Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ટંકારાના ગ્રામ્ય પંથકમાં હેવાન પિતા પાંચ વર્ષથી સગીરા પર દુષ્કર્મ આચરતો.

પોલીસ ટીમ પેટ્રોલિંગમાં નીકળી અને ભોગ બનનાર પોલીસ પાસે પહોંચી બાદમાં સમગ્ર આપવીતી જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી.

ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં સંબંધોને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં ભોગ બનનાર દીકરીનો બાપ છેલ્લા પાંચ વર્ષથી સગીરાનો દેહ અભડાવી, મારકૂટ કરીને ધમકી આપતો હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે

ટંકારાના ગ્રામ્ય પંથકની રહેવાસી ભોગ બનનારે પિતા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે યુવતી સગીર વયની હતી ત્યારથી એટલે કે છેલ્લા પાંચ વર્ષથી તેનો સગો બાપ સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી સગીરા સાથે મારકૂટ કરતો હતો અને ધમકી આપતો હોવાની ફરિયાદ ભોગ બનનારે નોંધાવી છે
કેવી રીતે થયો સમગ્ર ખુલાસો ?
ટંકારા પોલીસની ટીમ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે એક ગામની ભોગ બનનાર યુવતી તેની પાસે આવી હતી અને પોલીસને જણાવ્યું હતું કે તેને ઘરે ગમતું નથી અને સાથે લઇ જાવ કહેતા ટંકારા પોલીસે સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કર્યો હતો અને બે દિવસ પૂર્વે કાઉન્સેલિંગ માટે લાવ્યા હતા જ્યાં તેને સમગ્ર આપવીતી જણાવી હતી અને સખી વન સ્ટોપ સેન્ટરમાંથી ટંકારા પોલીસને સમગ્ર બનાવ અંગે જાણ કરવામાં આવી હતી જેથી ટંકારા પોલીસે આરોપી પિતા વિરુદ્ધ દુષ્કર્મ અને પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

   
(4:47 pm IST)