Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ગોંડલ યાર્ડમા મોટી સંખ્યામા ખેડુતો ડુંગળી લઈ પહોંચ્યા : નાફેડના અધિકારીઓ નહી આવતા ખેડુતોમા રોષ: સરકાર લોલીપોપ આપતી હોવાનો આક્ષેપ:

ગોંડલ :ડુંગળીનુ વાવેતર કરનારા ખેડુતોને પુરતો ભાવ નહી મળતા રોવાનો વખત આવ્યો હોય રાજ્ય સરકાર દ્વારા નાફેડ દ્વારા ગોંડલ, મહુવા,પોરબંદર માર્કેટ યાર્ડમા નાફેડ દ્વારા ડુંગળી ની ખરીદી થશે તેવી જાહેરાત કરાઇ છે.જેને પગલે ગોંડલ યાર્ડ મા મોટી સંખ્યામા ખેડુતો ડુંગળી લઈ પહોંચ્યા હતા.પરંતુ નાફેડના અધિકારીઓ નહી આવતા ખેડુતો રોષે ભરાયા હતા.ધારા સમઢીયાથી ડુંગળી લઈ આવેલા ખેડુતે રોષ ભેર કહ્યુ કે નાફેડના નામે સરકારે ખેડુતોને લોલીપોપ અપાઇ છે.ડુંગળીને કારણે અમુક ખેડુતોને ઝેર પીવાનો કે જમીનો વેચવાનો સમય આવ્યો છે.ત્યારે માત્ર અદાણી કે અંબાણીની ચિંતા કરતી સરકારને ખેડૂતો ની લેશમાત્ર ચિંતા નથી.

 કમીશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ યોગેશભાઈ કીયાડાએ જણાવ્યુ કે આજે યાર્ડ મા નાફેડના અધિકારીઓની અડધી કલાક રાહ જોઈ અંતે હરરાજી શરુ કરાઇ હતી.રાજ્ય સરકાર ની જાહેરાતના પગલે સવાર થીજ ખેડુતો ડુંગળીના કટ્ટા લઈ યાર્ડે પહોંચ્યા હતા. પણ નાફેઠ ના અધિકારીઓ નહી આવતા ખેડૂતો નિરાશ બન્યા હતા.

કેટલાક ખેડૂતો એ જણાવ્યુ કે નાફેડ ના ભાવ કરતા ખુલ્લી બજાર મા વધુ ભાવ મળી રહ્યા છે

(1:04 am IST)