Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ ૧૦ તથા ૧૨ની પરીક્ષા સંદર્ભ વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ઊભા રહેવા પર તેમજ પરીક્ષા ખંડમાં સેલ્યુલર/મોબાઇલ/ ઇલેક્ટ્રોનિક ગેઝેટસ/ કેલ્ક્યુલેટર જેવા તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા, ઉપયોગ કરવા પર પ્રતિબંધ

સુરેન્‍દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એસ.એસ.સી/એચ.એસ.સી(સા.પ્ર/વિ.પ્ર) ૨૦૨૩ની પરીક્ષાઓ યોજાનાર છે. જિલ્લાના પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે વિવિધ પ્રતિબંધો મુકતુ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે તા.૧૪/૦૩/૨૦૨૩થી તા.૨૯/૦૩/૨૦૨૩ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રની આજુબાજુમાં આવેલ ઝેરોક્ષ મશીનોની દુકાનો સંચાલકો દ્વારા પરીક્ષા સમય દરમિયાન બંધ રાખવવાની રહેશે. આ ઉપરાંત  પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ઊભા રહેવા પર તેમજ  પરીક્ષા ખંડમાં સેલ્યુલર/મોબાઇલ/ ઇલેક્ટ્રોનિક ગેઝેટસ/ કેલ્ક્યુલેટર જેવા તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા, ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે

   
(1:05 am IST)