Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ભાવનગરમાં વિશ્વ મહિલા દિનની ઉજવણી : ભાવનગર

 વિશ્વ મહિલા દિન અંતર્ગત આ કાર્યક્રમની ઉજવણી ભાવનગર ખાતે અહિચ્‍છત્ર સંસ્‍કાર કેન્‍દ્રમાં કરવામાં આવી. મુખ્‍ય અતિથિ તરીકે જાણીતા ગુજરાતી  પ્રોડ્‍યુસર આરતીબેન વ્‍યાસ પટેલ ઊપસ્‍થિત રહ્યા હતા.આ ઉપરાંત જ્ઞાતિના જ પોતાના ક્ષેત્રમાં વિદ્વતા ધરાવતા બહેનો દ્વારા જ્ઞાનસત્રનું આયોજન કરાયું હતું.સાથે જ ક્‍લાસ ૧ અને ક્‍લાસ ૨નાં હોદ્દા પરથી નિવળત્ત તેમજ સેવા આપતા બહેનોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન બહેનોએ જ કર્યું હોય તેવો આ પ્રથમ વખત બન્‍યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્‍થાના પ્રમુખ જાનકીબેન પંડ્‍યાએ ખૂબ જ જહેમત ઊઠાવી હતી અને આવો પ્રથમ કોર્પોરેટ લેવલનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે સફળ બનાવ્‍યો હતો.તેઓનું ટીમ વર્ક જે બહેનો દ્વારા કરવામાં આવ્‍યું એ ખૂબ જ નોંધનીય રહ્યું હતુ. (તસ્‍વીર-અહેવાલ :  મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

(10:36 am IST)