Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ભાવનગરની અંકુર મંદબુદ્ધિવાળા બાળકોની શાળામાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૦ :  ભાવનગરની અંકુર મંદબુધ્‍ધીવાળા બાળકોની શાળામાં દરેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે . જેથી કરી આ બાળકોને કયાં તહેવારમાં કઈ રીતે વર્તન કરવું ? કઈ રીતે તહેવાર ઉજવી શકાય તેમજ તેનું શું મહત્‍વ છે તે સમજી શકાય. ભાવનગરનાં અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજીક સેવામાં અગ્રેસર એવા   નાનાલાલ ભવાનભાઈ ચેરીટેબલ ટ્રસ્‍ટ - ભાવનગર ૅ નિમિત માત્ર  બુધાભાઈ પટેલએ આ વર્ષ હોળી -ધૂળેટીનો તહેવાર અનોખી રીતે ઉજવી સમાજને એક ઉદાહરણ પુરૂ પાડ્‍યું હતું. સમાજ જે બાળકોથી દૂર રહે છે . તેવાબાળકો તેના પરિવાર સાથે હોળી પર્વમાં ખજૂર , ધાણી , દાળિયાની લીજત્ત માણી શકે તે માટે સંસ્‍થાના દરેક બાળકોને તેમના તરફથી ૫૦૦ ગ્રામ ખજુર , ધાણી અને દાળિયા વિતરણ કરવામાં આવેલ . આ ટ્રસ્‍ટ સમાજનાં દરેક વર્ગને જીવનનો સાચ્‍ચો આનંદ મળે , ધર્મની સાચી પરખ થાય તે માટે અનેક કાર્યો કરતું જ આવ્‍યું છે અને કરતું રહે છે . ‘ અંકુર' ના બાળકો માટે બુધાભાઈ પટેલ તેમજ તેમના પરિવારની હંમેશા વિશેષ લાગણી રહી છે . આ ઉજવણી અને આ સ્‍વાદ તેમના જીવનમાં અવિસ્‍મરણિય બની રહેશે .

(10:55 am IST)