Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ભાવનગરના શિશુ વિહારમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્‍નેહમિલન યોજાયું

  ભાવનગર : ભાવનગરમાં શિશુવિહાર  પ્રાંગણમાં ૮૩ વર્ષથી યોજાતા હોળી પર્વ પ્રસંગે જૂના વિદ્યાર્થીઓના તોહમિલન તરીકે ફાગણ પૂર્ણિમા પ્રસંગ ઉજવાઈ ગયું.  હરીશભાઈ ભટ્ટ અને કમલેશભાઈ વેગડના માર્ગદર્શન નીચે ક્રિડાંગણના  તાલીમાર્થીઓ દ્વારા   ડંબેલ્‍સ,  લેઝીમ, પગ ઘોડી અને લાઠી ના પારંપરિક ભારતીય વ્‍યાયામનું નિદર્શન થયું.આ પ્રસંગ શિશુવિહારની પ્રથમ ટુકડીના વિદ્યાર્થી સ્‍વ  મહાશ્વેતાબેન ત્રિપાઠીની સ્‍મળતિમાં સંસ્‍થાના પૂર્વ વિદ્યાર્થી અને આજીવન શિક્ષક   કલ્‍યાણીબેન ત્રિવેદી અને રાજુભાઈ દવેનું વિશિષ્ટ અભિવાદન થયું. અમેરિકા માં સ્‍થાયી થયેલ સંસ્‍થાના વિદ્યાર્થી  ઇલાબેન ચાતુર્વેદી અન જતીનભાઈ ભટ્ટના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ સમારોહમાં ૧૦ સ્‍કાઉટ તાલીમાર્થીઓનું નિયમિત વિદ્યાર્થી તરીકે અભિવાદન થયું . હોળી પ્રાગટય અને ધાણી ખજૂર ડાળીયાના પ્રસાદ સાથે આનંદભેદ યોજાયેલ સમારોહમાં  નિર્મોહીબેન ભટ્ટ દ્વારા હિન્‍દીમાં ભાષાંતર  થયેલ આપત્તિ નિવારણ પુસ્‍તિકાનું વિમોચન મંચસ્‍થ મહાનુભાવો દ્વારા થયું.. હોળી ઉત્‍સવ પ્રસંગે ૫ દસકાની આયુષ વટાવી ગયેલા બધા વિદ્યાર્થીઓએ ફાગણના ગીતો પણ ગાયા અને ભોજનનો આનંદ લીધો હતો. પ્રતિવર્ષ યોજાતા પૂર્વ વિદ્યાર્થીઓના ભાવાત્‍મક કાર્યક્રમનું સંચાલન ડો. નાનકભાઈ ભટ્ટે કર્યું હતું. (તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી દ્વારા, ભાવનગર)

(10:42 am IST)