Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

જામકંડોરણામાં એફ.પી.ઓ.નું ઉદ્દઘાટન અને શેરસર્ટી વિતરણ સમારંભ યોજાયો

જામકંડોરણા : તાલુકાના એફ.પી.ઓ. (ખેડૂત ઉત્‍પાદક સંગઠન)નું ઉદ્દઘાટન રાજકોટ જીલ્લા સહકારી બેંકના ડીરેક્‍ટર લલીતભાઈ રાદડીયાના હસ્‍તે તેમજ રાજકોટ જીલ્લા, ભાજપ. ઉપપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ,ધનજીભાઈ બાલધાની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું. આ  પ્રસંગે લેઉવા પટેલ સમાજ ખાતે ખેડૂતોને ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે શેર સર્ટીફીકેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું ખેડૂતોને કળષિ નિષ્‍ણાંતો દ્વારા આ. એફ.પી.ઓ.થી થતા લાભો  અને ખેતી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.  તેમજ ડ્રોનથી ખેતી પાકોમાં દવા છંટકાવ અંગે થતા લાભો વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું આ. સમારભમાં રાજકોટ જીલ્લા સહકારી બેંકના ડીરેક્‍ટર લલીતભાઈ રાદડીયા, રાજકોટ જીલ્લા ભાજપ  ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા,તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, ધનજીભાઈ બાલધા, હરસુખભાઈ પાનસુરીયા,કરશનભાઈ સોરઠીયા, મોહનભાઈ કથીરીયા. તેમજ મામલતદાર સાંગાણી, સંસ્‍થાના ચેરમેન,ડીરેકટરો તેમજ ખેડૂત ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી. (તસ્‍વીર-અહેવાલ :  મનસુખભાઇ બાલધા, જામકંડોરણા)

(10:55 am IST)