Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

વાંકાનેરમાં ગરાસીયા બોડીંગ ખાતે કૃષ્‍ણસિંહ ઝાલાનું સન્‍માન કરતા મહારાણા શ્રી કેશરીદેવસિંહજી ઝાલા

વાંકાનેર : તાજેતરમાં યોજાયેલ વાંકાનેર તાલુકા ખરીદ વેંચાણ સંઘની ચુંટણીમાં સભ્‍ય તરીકે ચુંટાવવા બદલ ભારતીય જનતા પાર્ટીના પુર્ણેચંદ્ર ગરાસીયા બોડીંગ ખાતે રાજપુત સમાજના અગ્રણીઓ આગેવાનોની ઉપસ્‍થિતીમાં સભ્‍ય તરીકે ચુંટાઇ આવેલ ખેરવાગામના વતની કૃષ્‍ણસિંહ ચંપકસિંહ ઝાલાનું વાંકાનેરના નામદાર મહારાણા કેશરીસિંહજી ઝાલા હસ્‍તે કૃષ્‍ણસિંહનું ફૂલહાર તથા સાલ ઓઢાળી સન્‍માનની કરવામાં આવ્‍યા હતા. આ વેળા રાજપુત સમાજના અગ્રણીઓ આગેવાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા ત્‍યારે સૌ ઉપસ્‍થિત આગેવાનોએ એકબીજાને મોઢા મીઠા કરાવવામાં આવ્‍યા હતા. (તસ્‍વીર-અહેવાલ : લતિશ ચંદારાણા,વાંકાનેર)

(10:53 am IST)