Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

રિલાયન્સ કન્ઝયુમર પ્રોડકટ્સ કેમ્પા સાથે 'ધ ગ્રેટ ઇન્ડિયન ટેસ્ટ' પાછો લાવ્યું

૫૦ વર્ષ જુની આઇકોનિક બેવરેજ બ્રાન્ડને ત્રણ નવા ફલેવરમાં લોન્ચ કરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૦: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝયુમર પ્રોડકટ્સ લિમિટેડે નવા યુગના ભારત માટે સમકાલીન આઇકોનિક બેવરેજ બ્રાન્ડ કેમ્પા લોન્ચ કરી છે.

કેમ્પા પોર્ટફોલિયો શરૂઆતમાં સ્પાર્કલિંગ બેવરેજ કેટેગરીમાં કેમ્પા કોલા, કેમ્પા લેમન અને કેમ્પા ઓરેન્જનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડનું લોન્ચિંગ એવી ઘરઆંગણાની બ્રાન્ડને પ્રોત્સાહિત કરવાની કંપનીની વ્યૂહરચના સાથે એકદમ સુસંગત છે.

આરસીપીએલના પ્રવકતાએ જણાવ્યું કે, 'કેમ્પાને તેના નવા અવતારમાં પ્રસ્તુત કરીને અમે આ ખરેખર આ પ્રતિષ્ઠિત બ્રાન્ડને તમામ પેઢીના ગ્રાહકો સ્વીકારે અને બેવરેજ સેગમેન્ટમાં નવી ઉત્ત્।ેજના આવે તેવી આશા રાખીએ છીએ. જયારે પરિવારના વડીલો પાસે મૂળ કેમ્પા સાથે જોડાયેલી તેમની યાદો હશે અને તેઓ બ્રાન્ડ સાથે સંકળાયેલી પોતાની જૂની યાદોને વળગી રહેશે, તે સાથે જ યુવાન ગ્રાહકોને ક્રિસ્પ તાજગી આપનારો સ્વાદ પણ ગમશે. ઝડપથી વિકસતા ભારતીય બજાર સાથે વપરાશનો પણ વિસ્તાર થઈ રહ્યો છે ત્યારે અમે કેમ્પાને પાછી બજારમાં લાવવા માટે ખરેખર ઉત્સાહિત છીએ, જે અમારા વિસ્તરતા એફએમસીજી વેપાર માટે વધુ એક સાહસિક પગલું બની રહે છે.'

૫૦ વર્ષના સમૃદ્ઘ વારસા સાથે કેમ્પાનો સમકાલીન સ્પર્ધાત્મક અવતાર આ ઉનાળામાં ભારતીય ગ્રાહકોને 'ધ ગ્રેટ ઈન્ડિયન ટેસ્ટ' ઓફર કરવા માટે તૈયાર છે. તરસ છીપાવવાના પાંચ અલગ અલગ પેકની સાઇઝ કેમ્પા રેન્જ હેઠળ અનેક પ્રસંગો માટે ઓફર કરવામાં આવશે. જેમાં ૨૦૦ૃશ્ર તાત્કાલિક વપરાશ માટેનું પેક, ૫૦૦ml અને ૬૦૦ml ઓન-ધ-ગો શેરિંગ પેક અને ૧,૦૦૦ml અને ૨,૦૦૦ml હોમ પેકનો સમાવેશ થાય છે.

આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી શરૂ કરીને સમગ્ર ભારતમાં તેના ઠંડા પીણાના પોર્ટફોલિયોનો આરસીપીએલ દ્વારા કરાયેલો પ્રારંભ પોસાય તેવા ભાવ સાથે ઉચ્ચ ગુણવત્ત્।ાની પ્રોડકટ્સ થકી ભારતીય ગ્રાહકોને મૂલ્ય અને પસંદગી પૂરી પાડવાના કંપનીના એકંદર વિઝન સાથે સુસંગત છે.

આ લોન્ચ સાથે આરસીપીએલ તેના બહુમુખી એફએમસીજી પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે છે જેમાં સોસિયો હજૂરીની હેરિટેજ બ્રાન્ડ્સ, લોટસ ચોકલેટ્સની કન્ફેકશનરી રેન્જ, શ્રીલંકાની અગ્રણી બિસ્કિટ બ્રાન્ડ માલિબન, તેમજ ઇન્ડિપેન્ડેન્સ અને ગુડ લાઇફ સહિત તેની પોતાની બ્રાન્ડ્સ હેઠળ દૈનિક આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે.

 

(10:56 am IST)