Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ધ્રોલમાં ચણા, તુવેર, રાયડોનો ટેકાના ભાવેથી ખરીદીનો પ્રારંભ

ધ્રોલઃ ધ્રોલ ખાતે આજથી ટેકાના ભાવે ચણા, રાયડો, તુવેરના ટેકાના ભાવે આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે ૧૧ ખેડૂતોઓ ચણા ભરીને આવ્યા હતા. ધ્રોલમાં કુલ ચણામાં ૪૮૩૭ રજીસ્ટ્રેશન નોંધાયું જેના ટેકાનો ભાવ ૧ મણના ૧૦૬ તેમજ રાયડોના ૮૭૫ જેનો એક મણનો ભાવ ૧૦૯૦ રૂપિયા છે. ટેકાના ભાવે ખરીદીમાં ધ્રોલ તાલુકા પ્રમુખ નવલભાઇ મુંગરા, લખધીરસિંહ જાડેજા, સમીરભાઇ શુકલા, દેવકરણભાઇ ભાલોડીયા, પોલુભા જાડેજા, રસીકભાઇ ભંડેરી, ઉમેશભાઇ કગથરા, મહેશભાઇ ભંડેરી સહિતના હાજર રહ્યા હતા. (તસ્વીરઃ સંજય ડાંગર-ધ્રોલ)

(10:57 am IST)