Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

મોટી બરાર શાળાની અવની ડાંગરે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું

મોરબી,તા. ૧૦: માળિયાના મોટી બરાર ગામની શાળામાં અભ્યાસ કરતી અવની અજયભાઈ ડાંગર નામની વિદ્યાર્થીનીએ રાજયકક્ષાના કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ માં ભાગ લીધો હતો જેમાં નિબંધ લેખન સ્પર્ધામાં રાજયકક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા પરિવાર અને મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.

રાજય સરકારના યુવા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ। વિભાગ દ્વારા આયોજિત રાજય કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ નુ આયોજન કે.કે.પારેખ & મહેતા આર.પી. વિદ્યાલય-અમરેલી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ૧૬ થી ૨૦ના વયજૂથમાં નિબંધલેખન સ્પર્ધામાં ભાગ લેનાર મોડેલ સ્કૂલ મોટીબરારની વિદ્યાર્થિની અવનીબેન અજયભાઈ ડાંગરએ રાજય કક્ષાએ ભાગ લઈ દ્વિતીય ક્રમાંકે વિજેતા બની હતી અને વિદ્યાર્થીનીએ મોડેલ સ્કૂલ મોટીબરાર અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે જે સફળતા બદલ શાળાના આચાર્ય બી. એન. વીડજા અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

(4:53 pm IST)