Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

કચ્‍છના મોટી ભાડઇ ગામે પત્‍નીનું ગળું દાબી હત્‍યા : રાત્રે ગુસ્‍સામાં ગળુ દબાવ્‍યા બાદ પતિ પત્‍નીની લાશ પાસે સૂઇ ગયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ : કચ્‍છના માંડવી તા.ના મોટી ભાડઈ ગામે ઘરેલુ કંકાસમાં પતિના હાથે પત્‍નીની હત્‍યાના બનાવે ચકચાર સર્જી છે. જોકે, બોલાચાલી અને ઝઘડા બાદ પત્‍નીનું ગળું દબાવી પતિ આખી રાત પત્‍નીની લાશ પાસે સૂઈ રહ્યો હતો.

મૂળ પંચમહાલના હાલોલ ગામના અને હાલે માંડવી તા.ના મોટા ભાડીયા ગામે ખેત મજૂરી કરતાં સંજય પરબત નાયક અને તેની પત્‍ની ગીતા વચ્‍ચે રાતે બોલાચાલી સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમ્‍યાન સંજયે પોતાની પત્‍ની ગીતાને ખાટલામાં સાથે સુવડાવ્‍યા બાદ તેનું ગળું જોરથી દબાવી તેને ગૂંગળાવી નાખી હતી. ત્‍યારબાદ તે બાજુમાં જ સૂઈ ગયો હતો.

સવારે ગીતા ઉઠી નહોતી. એટલે વાડી માલિક અને બીજાઓનું ધ્‍યાન દોરતાં હત્‍યા થઈ હોવાનો ખ્‍યાલ આવ્‍યો હતો. આ બનાવને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે આરોપી પતિને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(11:56 am IST)