Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

કચ્‍છના પદમપર ગામે પ્રેમી યુગલે સજોડે જીવ દીધો : અરેરાટી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ : પ્રેમ સબંધમાં સજોડે આપઘાત કરવાના બનાવે કચ્‍છમાં ચકચાર સર્જી દીધી છે. હોળીના સપરમા તહેવાર વચ્‍ચે કચ્‍છના રાપર તાલુકાના પદમપર ગામે બપોરે ૧ વાગ્‍યાના અરસામાં ગામના સીમાડેથી પસાર થતી વીજ લાઈનના ટાવર પર સજોડે મૃત હાલતમાં લટકતાં યુગલને જોઈ ગામના મહિલા સરપંચના પતિએ રાપર પોલીસને જાણ કરી હતી. ઘટના સ્‍થળે દોડી આવેલી પોલીસે યુગલની ડેડબોડી નીચે ઉતારી પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું છે કે મૃતક યુવક પ્રવિણ કાનજી ચાલાણી (કોલી) (ઉ.વ. ૧૯) અને આશા મહાદેવ મોરવાડીયા (કોલી) (ઉ.વ. ૨૦) બંને પદમપરમાં રહેતાં હતા. મૂળ પગીવાંઢની આશા તેના પતિ સાથે પદમપરમાં રહેતી હતી. ૬ માસ અગાઉ તેના લગ્ન થયાં હતા. અપરિણીત યુવક અને પરિણીત યુવતી વચ્‍ચેના સંબંધને સમાજ માન્‍ય નહીં ગણે તેમ માની બેઉએ સજોડે આપઘાત કર્યો હોવાની પોલીસે શક્‍યતા વ્‍યક્‍ત કરી છે. ઘટનાની તપાસ પીએસઆઈ જી.બી. માજીરાણા કરી રહ્યાં છે.

(11:03 am IST)