Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા. ૧૦ : સુરેન્‍દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકનાં ખેડૂતોનાં હાલ જોવા મળી રહ્યા છે. કે હોળીકા દહનની ગત સાંજે ધ્રાંગધ્રા ગ્રામ્‍ય અને શહેર વિસ્‍તારમાં વાવાજોડા અને વીજળી સાથે ધોધમાર વરસાદ વરસ્‍યો હતો. કમોસમી વરસાદનાં પગલે ખેડૂતોને ધાણા, ઘઉં અને જીરાનાં મબલખ પાકના લણણી સમયે જ રોવાનાં દિવસો આવ્‍યા છે ત્‍યારે જસાપર ગામના ખેડૂત આગેવાન મહેશભાઈ પટેલ દ્વારા પંથકનાં ખેડૂતો માટે પ્રશાસન દ્વારા વ્‍યવસ્‍થિત સર્વે કરીને ઉચિત આર્થિક સહાય ચુકવવા સરકારને વિનંતી કરી હતી

(11:04 am IST)