Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ગામમાં એક પણ મુસ્‍લિમ નું ઘર નથી તેવા હજીરાધારમાં દરગાહે સામાજિક સંવાદિતાનો દર્શનીય નજારો

દામનગર :  હજીરાધાર ગામે એક પણ મુસ્‍લિમનું ઘર નથી સંપૂર્ણ હિન્‍દૂ સમાજના પંદર સો જેટલી વસ્‍તી ધરાવતા હજીરાધાર ગામે પુરા અદબથી વર્ષોથી ગામ સમસ્‍ત હજરત હજીરાપીરનો ઉર્ષ ભવ્‍ય રીતે ઉજવાય છે. અઢારે આલમ દ્વારા  શોભાયાત્રા સાથે એક પંગત માં હજારો વ્‍યક્‍તિ એક સાથે ભોજન પ્રસાદ મેળવે છે. દૂરસદુરથી અસંખ્‍ય ગ્રામ્‍ય ધામેલ ભાલવાવ સુનિવાસ રાભડા ભટવદર દામનગર સહિતના વિસ્‍તારોમાંથી અવિરત માનવ પ્રવાહ હજરતવલીના દર્શને પહોંચે છે. દર વર્ષે મેંદરડાથી શ્રી એજ્‍યુકેશન ટ્રસ્‍ટના કૌશિકભાઈ જોશી સંચાલિત અતિ ગંભીર મનોદિવ્‍યાંગોને લઈ હજરતવલીની દરગાહ આકર્ષણનું કેન્‍દ્ર બની રહે છે. લોકો શ્રદ્ધા ભાવ સાથે ચાદર બાધા આખડી માનતા માને છે. ગદગદિત કરતી માનવ મેદની વચ્‍ચે પુરા શાનોશોકત થી હજરતવલી ની દરગાહ ખાતે સામાજિક સંવાદિતાના દર્શનીય નજારા સાથે કોમી એકતા ભાતળપ્રેમના હિમાયતી હઝરતવલી હજીરાપીરના દર્શન કરી ધન્‍યતા અનુભવતા શ્રધ્‍ધાળુઓ ભાવિકોની તસ્‍વીર.(તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર દામનગર)

(11:06 am IST)