Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ભાણવડની નકરી નદીમાં રેલીંગના અભાવે નંદી નદીમાં ખાબકયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૦ : ભાણવડ શહેરમાં પાલિકા દ્વારા કરોડોનો વિકાસ કાર્યો કરાયા પણ શહેરની મધ્‍યમાં નકરી નદી પર રેલીંગ કે દીવાલ ના કરાઇ જે કરવાની તંત્રએ ખાતરી આપી હતી તથા ઠરાવ પણ કર્યો હતો.

શહેરની મધ્‍ય આ નકરી નદીમા રેલીંગ કે દીવાલના હોય રખડતા પશુઓ  નદીમાં પડી જતા હોય દિવસો સુધી ત્‍યાં પડીને હેરાન થાય છે.

એક વિશાળકાય નંદી પડી ગયો હતો. ઘાયલ અવસ્‍થામાં નદી પડેલા નંદીની જાણ થતાં ભાણવડ એનિમલ લવર્સ ગ્રુપના સદસ્‍યો તથા જીવદયા પ્રેમીઓ દ્વારા દોરડાની મદદથી આ નંદીને બહાર કાઢીને બચાવ કાર્ય કરાયુ હતુ.

મહીનામા પાંચ સાત વખત નંદી ગાય પશુઓ આ નદીમાં પડતા હોય પાલિકા તંત્રની ઢીલી કામગીરી ભારે ટીકાપાત્ર બની છે.

(11:33 am IST)