Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ખેડૂતોને પાયમાલમાંથી ઉગારવા સરકારનું ઉમદા પગલુઃ ચેતન રામાણી

રાજકોટ,તા.૧૦: કમોસમી વરસાદના કારણે બટાકા અને ડુંગળીના ઉત્‍પાદકોને નુકશાન થતા રૂા.૩૩૦ કરોડની જાહેર કરાયેલ પેકેજને પ્રદેશ ભાજપ અગ્રણી અને ખેડૂત નેતા ચેતનભાઈ રામાણીએ આવકાર દાયક પગલું ગણાવ્‍યું છે.

રાજયમાં રવિ પાકો જેવા કે બટાકા અને ડુંગળી જેની લણણી પણ બાકી હોય એન હલર પણ ચાલવાના બાકી હોય તેવા સમયે વાતાવરણ પલટાતાની સાથે ભારે પવન અને કમોસમી વરસાદે પાકોને વિપુલ પ્રમાણમાં નુકશાન પહોંચાડતાની સાથે જ રાજયના ખેડૂતો અને ખેતી પાયમાલ બની છે. ત્‍યારે તેમની વહારે આવવા રાજય સરકાર દ્વારા રૂા.૨૬૦ કરોડ બટાકા માટે રૂા.૭૦ કરોડ ડુંગળી માટે એમ ટોટલ રૂા.૩૩૦ કરોડ સહાયરૂપી પેકેજ જાહેર કરાયુ છે જેને આવકારી ચેતનભાઈએ રાજયના મુખ્‍યપ્રધાન ભુપેન્‍દ્રભાઈ પટેલ તેમજ કૃષીપ્રધાન રાઘવજીભાઈ પટેલને અભીનંદન સહ શુભેચ્‍છાઓ પાઠવી છે.

(11:35 am IST)