Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ઇરાનીઓ ૩ દિ'ના રીમાન્‍ડમાં: ATS દ્વારા ડ્રગ્‍સ કોને, કયાં આપવાનું હતું તે બાબતે તપાસ

ઓખા-ખંભાળીયા તા. ૧૦ :.. ગુજરાત એ.ટી.એસ. તથા કોસ્‍ટગાર્ડ દ્વારા સંયુકત ઓપરેશન કરીને ઓખાથી દૂર આંતર રાષ્‍ટ્રીય જળ સીમામાં ઇરાનના પાંચ ખલાસીઓને ૪૮૭ કરોડના ૬૧ કિલો ડ્રગ્‍સ સાથે પકડી પાડેલ હતા જેમની પુછપરછ કરીને ઓખા માલ જથ્‍થા સાથે તથા બોટ સાથે રાખવામાં આવ્‍યા હતા જેમની પુછપરછ હાથ ધરવામાં આવી હતી તે પછી ગઇકાલે સાંજે ઓખા મેજીસ્‍ટ્રેટ સમક્ષ રજૂ કરતા ત્રણ દિવસના રીમાન્‍ડ મંજૂર થયા છે.

ઇરાનના મા બહાર કોનારકના રહેવાસી મોહસીન અયુબ બ્‍લોચ, અસગર રીયાઝ બ્‍લોચ, ખુદાબત હાજી હાલ બ્‍લોચ, રહીબક્ષ, મીલાબત બ્‍લેચ, તથા મુસ્‍તફા આદમ બ્‍લોચ આ પાંચેય શખ્‍સોની ઊંડી પુછપરછ એ.ટી. એસ.ના વડા દીપેન ભરૂન તથા એલ. બી. સુનીલ જોશીના માર્ગદર્શન હેઠળ એ. ટી. એસ. ના ડીવાયએસપી તથા પી. આઇ. તથા પો. સ. ઇ. દ્વારા હાથ ધરાઇ છે.

આ શખ્‍સો કોને માલનો જથ્‍થો ડીલીવરી કરવાના હતા ? તે કયાં શખ્‍સો હતા ? ભૂતકાળમાં કયાં કયાં માલ ઉતાર્યો કેટલો ? તથા તેમના મદદમાં કોણ કોણ હતા તે બાબતના મુદ્‌્‌ે રીમાન્‍ડ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:35 am IST)