Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ગોંડલ મારામારીના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપીને એલસીબીએ ઝડપી લીધો

રાજકોટ તા. ૧૦: ગોંડલના મારામારીના ગુન્‍હામાં બે વર્ષથી વોન્‍ટેડ આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો.

જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ એ પેરોલ જમ્‍પ તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચનાઓ આપા એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સપેકટર વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ સ્‍ટાફ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટેની કામગીરીમાં હતાં તે દરમ્‍યાન ખાનગી રાહે ચોકકસ હકીકત મળેલ કે ગોંડલ સીટી પો. સ્‍ટે. પાર્ટ ‘‘બી'' ગુ.ર.નં. ૯૦૩/ર૧ આઇ.પી.સી. ૩રપ, ૩ર૪, ૪પર, પ૦૪, પ૦૬(ર), ૧૧૪ જીપીએ કલમ ૧૩પના કામે નાસતા ફરતા આરોપી ગણપત્તલાલ પુનમારામ બેનીવાલ જાતે બિસ્‍નોઇ ઉ.વ. ૩પ રહે.-હેમાગુડા તા. ચીતલવાડા જી. જાલોર વાળાને ગોંડલ આશાપુરા ચોકડી ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા સારૂ ગોંડલ સીટી પો. સ્‍ટે. ખાતે સોંપી આપી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના પો. સબ ઇન્‍સ. શ્રી એચ. સી. ગોહીલ, પો. સબ. ઇન્‍સ. શ્રી ડી. જી. બડવા, એ.એસ.આઇ. મહેશભાઇ જાની, પો. હેડ કોન્‍સ. મહીપાલીસંહ જાડેજા, અનિલભાઇ ગુજરાતી, જયેન્‍દ્રસિંહ વાઘેલા, નરેન્‍દ્રસિંહ રાણા, રૂપકબહાદુર બોહરા, પો. કોન્‍સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડા જોડાયા હતા.

(11:37 am IST)