Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

રાજકોટથી દ્વારકા સુધીની આહીર સમાજ પ્રેરીત પદયાત્રાને વાજતેગાજતે પ્રસ્‍થાન

ગુરૂવારે દ્વારકામાં ધ્‍વજાજી પુજનઃ ૧૭મીએ સવારે શોભાયાત્રા સાથે ધ્‍વજારોહણઃ વિનાયકનગર આહીર સમાજ પદયાત્રા સંઘને ચોમેરથી શુભેચ્‍છા

રાજકોટ તા.૧૦ : રાજકોટ આહિર સમાજના અગ્રણી આગેવાનો દ્વારા રાજકોટથી દ્વારકા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. રાજકોટના વિનાયકનગર શેરીનંબર૮, નીલકંઠ મહાદેવ મંદિર,નંદબાબા ચોકથી નિકળનારી આ પદયાત્રાને આજે તા.૧૦ના બપોરેર વાગ્‍યે રાજકોટના મેયર ડો. પ્રદિપભાઇ ડવે પ્રસ્‍થાન કરાયુ હતુ.

૧૬મી માર્ચે દેવભુમી દ્વારકા ખાતે પદયાત્રા પહોંચ્‍યા બાદ તે જ દિવસે સાંજે ૭ વાગ્‍યે ધ્‍વજાજીની પુજનવિધિ થશે.ત્‍યારબાદ બીજે દિવસે એટલે કે ૧૭મી માર્ચે સવારે ૭.૩૦ કલાકે ધ્‍વજાજીનીવાજતે ગાજતે શોભાયાત્રા નીકળશે. ૭ વાગ્‍યે ધામધૂમથી ધ્‍વજાજી આહરોણ કરાશે. જયારે ૧૧.૩૦ કલાકે શ્રી વિનાયકનગર આહિરસમાજ પદયાત્રા સંઘ તેમજ આહીર સમાજનાઅગ્રણી ભરતભાઇ ભીમજીભાઇ ડાંગર અને લાલાભાઇ ભીમજીભાઇ ડાંગરના સહયોગ વચ્‍ચે મચ્‍છોયા આહિર સમાજ દ્વારકા ખાતે સામુહિક પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે.

અગ્રણીઓ, આહિર અગ્રણી નાગદાનભાઇ ચાવડા, આહીર અગ્રણી એભલભાઇ કુવાડીયા (ટીજીબી) કાળીપાટ રાજકોટ ખાતે આવેલી બીજી ગરૈયા આયુર્વેદિક કોલેજ, બી.જી.ગરૈયા હોમિયોપેથીક કોલેજ, બી.જી.ગરૈયા હોસ્‍પિટલ તેમજ નોબલ સ્‍કુલ ગ્રુપના ટ્રસ્‍ટીઓ, વનરાજભાઇ બચુભાઇ ગરૈયા, રામભાઇ ગરૈયા, એભલભાઇ ગરૈયા, મનોજભાઇ ગરૈયા, મહિરાજ હોટલ, મવડી ચોકડી, મહિરાજ કાઠીયાવાડી હોટલ - ગોંડલ રોડ, તેમજ મહિરાજ ગ્રુપ, રાજકોટ આહીર અગ્રણી સુરેશભાઇ ડેર, આહીર અગ્રણી ગિરીશભાઇ ડેર ઉદ્યોગપતિ મહેશભાઇ કારેથા, ક્રિષ્‍ના ફાઉન્‍ડેશન પ્રમુખ ગિરીશભાઇ ગોરીયા, યુગ ફાઉન્‍ડેશનના ધર્મેશભાઇ હેરમા, આહીર અગ્રણીઓ રામભાઇ અમરાભાઇ ગરૈયા,  ઝનકભાઇ ગરૈયા, દેવકરણભાઇ ગરૈયા,, નારણભાઇ ગરૈયા, જનકભાઇ અગરબતી ભરતભાઇ ડાંગર, દિપકભઇા ડાંગર, આહીર અગ્રણી ધીરૂભાઇ રાઠોડ, વિરાભાઇ  રાઠોડ, મનુભા રાઠોડ, સુભાષભાઇ રાઠોડ, ઘનશ્‍યામભાઇ રાઠોડ, જયરાજભાઇ રાઠોડ, પ્રદિપભાઇ રાઠોડ, સિધ્‍ધાર્થભાઇ રાઠોડ, આહીર રાઠોડ, આહીર અગ્રણી દિનેશભાઇ બરાળિયા, એસઓજી પીએસઆઇ  રાજકોટ ભાનુભાઇ મિયાત્રા, ગુજરાત આહીર કેળવણી મંડળ પ્રમુખ હરદાસભાઇ ડાંગર, આહીર અગ્રણી સવજીભાઇ મૈયડ, આહીર અગ્રણી પ્રવિણભાઇ ેસેગલીયા, આહીર અગ્રણી શૈલેષભાઇ ખાંભરા, આહીર અગ્રણી અજયભાઇ લોખીલ, એડવોકેટ કેતનભાઇ મંડ, એડવોકેટ વિમલભાઇ ડાંગર, આહીર અગ્રણી દિલીપભાઇ બોરીચા, આહીર અગ્રણી હિરાભાઇ ડાંગર, આહીર અગ્રણી કમલેશભાઇ નંદાણીયા, આહીર અગ્રણી કરશનભાઇ મેતા, સેકશન અધિકારી, સચિવાલય ગાંધીનગર, અશ્વિનભાઇ જાટીયા, પત્રકાર સન્‍નીભાઇ મૈયડ, લોકમુખના તંત્રી કશ્‍યપ જોશી, મેનેજિંગ તંત્રી ભાનુભાઇ ગજિયા, દિય સમર્થનના તંત્રી તુષારભાઇ પરીખ, પત્રકા રનંદાભાઇ ડાંગર, જાગૃત એકતાના તંત્ર રિચાર્ડ ફેનવીક વિગેરે પત્રકાર આલમ વિગેરે દ્વારા વિનાયક નગર આહીર સમાજ પદયાત્રા સંઘને તથા સંઘના આયોજકોને ઢેર સારી શુભકામના પાઠવી રહયા છે.

 સમસ્‍ત સમાજના લોકોને આ પદયાત્રામાં જોડાવા ઉપરાંત ધ્‍વજાજી આરોહણમાં પધારીને સંઘ કમિટીનો ઉત્‍સાહ વધારવા અનુરોધ કરાયો  છે.

(12:58 pm IST)