Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ક્ષત્રીય રાજપૂત એડવોકેટ ફેડરેશન દ્વારા સમાજના બાર એસો.માં ચૂંટાયેલા ત્‍થા નોટરી વકીલોનું કરાયેલ સન્‍માન

રાજકોટ તા. ૧૦ : અત્રે ગીરાસદર ક્ષત્રીય રાજપૂત એડવોકેટ ફેડરેશનના ઉપક્રમે ક્ષત્રય એડવોકેટ સમાજનું દ્વિતીય ભવ્‍ય સન્‍માન પુષ્‍પ સમારોહ આયોજીત કરવામાં આવેલ જેમાં રાજકોટ બાર એસોસીએશનની વર્ષ ર૦રર-ર૩ ની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજેતા થયેલ આપણા સમાજના મોભી એવા એડવોકેટ જયેન્‍દ્રસિંહ એફ. રાણા (જોઇન્‍ટ સેક્રેટરી) તથા બહેન રજનીબા રાણા (મહીલા કારોબારી) તેમજ ગોંડલ બાર એસોસીએશનમાં ઉપપ્રમુખ પદ ઉપર બિનહરીફ વિજેતા થયેલ ઇન્‍દ્રેજીતસિંહ બી. જાડેજાનું તેમજ સેન્‍ટ્રલ ગર્વમેન્‍ટમાંથી વર્ષ ર૦ર૩ માં નિયુકતી પામેલ નોટરીશ્રી (૧) ચંદ્રસિંહ કે. જાડેજા (ર) પ્રદ્યુમનસિંહજી એમ. જાડેજા (૩) મનોજસિંહ કે. જાડેજા તથા (૪) કિરીટસિંહ જે. જાડેજાનું શિલ્‍ડ અર્પણ કરીને ભવ્‍ય બહુમાન કરવામાં આવેલ તથા આપણા સમાજના એડવોકેટશ્રીઓના સંગઠન તથા ઉજજવળ વિકાસ અર્થે એક મજબુત ફેડરેશન બનાવવાના ઉદ્રેશ્‍ય સાથે ગર્વ ભેર એક વર્ષ પુર્ણ કરેલ હોય તેવા ખુશીના પ્રસંગે આજરોજ આપણા તમામ ક્ષત્રીય એડવોકેટશ્રીઓ બહોળી સંખ્‍યામાં એકત્ર થયેલ હતાં.

સદરહું કાર્યક્રમની શરૂઆત માતાજીને ફુલહાર તથા મહેમાનો દ્વારા દિપ પ્રાગયટ કરીને ક્ષત્રીય પરંપરા મુજબ કરવામાં આવેલ હતી. આમંત્રીત સન્‍માનીત શ્રીઓનું મોમેન્‍ટો આપી સન્‍માન કરવામાં આવેલ તથા સમાજને ઉપયોગી બાબતો ઉપર સિધ્‍ધરાજસિંહ જાડેજા, ભરતસિંહ ગોહીલ, પ્રકાશસિંહ ગોહીલ, રાજેન્‍દ્રસિંહ ગોહીલ, મેઘરાજસિંહ ચુડાસમા, શૈલેન્‍દ્રસિંહ જાડેજા, જે. એફ. રાણા, રંજનીબા રાણા, ઇન્‍દુભા રાઓલ વિગેરેએ પોતાના વિચારો રજૂ કર્યા હતાં. તથા ક્ષત્રીય ભાઇઓ-બહેનોમાં સંપ શકિત તથા પ્રભુત્‍વના ગુણોનું સિંચન થાય સમાજનો વિકાસ થાય તે બાબત ઉપર ભાર મુકવામાં આવેલ હતો તેમજ ભવિષ્‍યમાં આ સંગઠન વધુ મજબૂત બને તેવા પ્રયાસો કરવા માટે વિચાર-વિર્મસ કરવામાં આવેલ હતો. આ તકે એડવોકેટ રાજેન્‍દ્રસિંહ ગોહીલ (ચમારડી) દ્વારા સમગ્ર રાજકોટ જિલ્લાની ક્ષત્રીય સમાજના એડવોકેટશ્રીઓની એક સુંદર ડીરેકટરી બનાવવાનો વિચાર મુકેલ હતો. જે અન્‍વયેનો તમામ ખર્ચ તેઓએ પોતે આપવાનો ભગીરથી ફાળો આપેલ હતો. જે બદલ ફેડરેશને તેઓનો ખુબ આભાર પ્રગટ કર્યો હતો.

રાજકોટમાં રહી વકીલાતના વ્‍યવસાય સાથે સંકળાયેલ તમામ ક્ષત્રીય સમાજના ભાઇઓ તથા બહેનોનું આ સમગ્ર ગુજરાતનું પહેલું ફેડરેશન કે જેની સ્‍થાપના તા. ૩-૧-ર૦રર ને સોમવારના રોજ રાજકોટ ખાતે કરવામાં આવેલ હતી. જેને હાલમાં એક વર્ષ જેટલો સમય થવા જઇ રહ્યો છે. જે સંગઠન ક્ષત્રીય સમાજના એડવોકેટમાં સંપ, સંગઠન અને એકતા લાવવાનું ભગીરથી કાર્ય કર્યુ છે. તથા તે બાબતે હંમેશા પ્રયત્‍નશીલ રહેલું છે. વળી, આવનાર સમયમાં પણ આ ફેડરેશન દ્વારા ઘણા વિકાસ લક્ષી કાર્યો કરવાની પહેલ કરેલ છે. જે અન્‍વયેથી ચર્ચા સદરહું કાર્યક્રમમાં કરવામાં આવેલ હતી.

સદરહું સંગઠન કોઇ પદ હોદાની લાલચ રાખવાને સ્‍થાને સમાજના તમામ ભાઇઓ - બહેનો એક સમાનની ભાવનાથી કાર્ય કરે છે. ફેડરેશનના દરેક એડવોકેટ શ્રી સંગઠનને વધુ મજબુત બનાવવાની ભાવનાથી નિઃસ્‍વાર્થ ભાવે કાર્ય કરે છે. તથા પોતાનો કિંમતી સમય સમાજ માટે ફાળવે છે. જે બદલ ફેડરેશન તમામ સભ્‍યશ્રીઓનો હમેંશા માટે રૂણી રહેશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એડવોકેટ પ્રકાશસિંહ ગોહીલ, રાજભા ગોહીલ, દીગુભા ઝાલા, ભરતસિંહ ગોહીલ, મેઘરાજસિંહ ચુડાસમા, કિર્તીસિંહ ઝાલા, હિરેન્‍દ્રસિંહ ચૌહાણ, અશોકસિંહ વાઘેલા, ધમેન્‍દ્રસિંહ જાડેજા, શકિતસિંહ ગોહીલ, અન્નપૂર્ણાબા ગોહીલ, મિનાક્ષીબા જાડેજા, હરદીપસિંહ રાણા, પ્રદ્યુમનસિંહ જાડેજા, ધર્મેરાજસિંહ જાડેજા, એસ. કે. જાડેજા, યજુવેન્‍દ્રસિંહ જાડેજા, શૈલેન્‍દ્રસિંહ જાડેજા, પ્રહલાદસિંહ ઝાલા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, હેમેન્‍દ્રસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, શકિતસિંહ ગોહીલ, રવીરાજસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, અભિષેકસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, અજયસિંહ ચુડાસમા, ભરતસિંહ જાડેજા, ભગીરથસિંહ રાઠોડ, પૃથ્‍વીરાજસિંહ જાડેજા, હર્ષદેવસિંહ ગોહીલ, અશોકસિંહ જાડેજા, સહદેવસિંહ ગોહીલ, એચ. એલ. જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા, જીતેન્‍દ્રસિંહ જાડેજા,  ક્રિષ્‍નાબા ઝાલા, નીલદીપસિંહ જાડેજા, જયોતિબા પરમાર, ચંદ્રસિંહ જાડેજા, મનોજસિંહ જાડેજા, બી. એસ. જાડેજા, રાજવીરસિંહ ઝાલા, સુરેન્‍દ્રસિંહ જાડેજા, નરેન્‍દ્રસિંહ જાડેજા, ગીરીરાજસિંહ જાડેજા, જે. વી. ઝાલા, વિગેરે ક્ષત્રીય સમાજના એડવોકેટશ્રીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ હતાં. કાર્યક્રમના અંતે સૌ ક્ષત્રીય એડવોકેટ મિત્રોએ સાથે ભોજન લીધેલ હતું.

(11:38 am IST)