Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

વિંછીયાના મોટા હડમતીયા ગામે ૧૭૦ લાખનો દારૂ-બિયરનો જથ્‍થો પકડાયો

મકાઇના વાવેતરમાં દારૂનો જથ્‍થો છુપાવ્‍યો'તોઃ ભાભલુ ખાચરની ધરપકડઃ સપ્‍લાયર રાજકોટના રાજુ સોનારાની શોધ

રાજકોટ તા. ૧૦:વિંછીયાનો મોટા હડમતીયા ગામે વાડીમાં પોલીસે દરોડો પાડી મકાઇના વાવેતરમાં છુપાવેલ ૧.૭૦ લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડી પાડી ઍક શખ્સને ઝડપી લીધો હતો. જયારે સપ્લાયરની શોધખોળ હાથ ધરાઇ છે.

વિંછીયાના મોટા હડમતીયા ગામે ભાભલુ આપાભાઇ ખાચરે તેની વાડીમાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી મળતા વિંછીયાના પી.ઍસ.આઇ. આઇ. ડી. જાડેજા તથા પો. કો. મહેશભાઇ કોબીયા સહિતના સ્ટાફે રેઇડ કરી વાડીમાં મકાઇના વાવેતરમાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ ૩૩૯ તથા બિયરના ટીન નંગ-૬ર અને મોબાઇલ મળી કુલ ૧,૭પ,૦૬૦ના મુદામાલ સાથે વ ાડી માલીક ભાભલુ ખાચરને ઝડપી લીધો હતો. પકડાયેલ ભાભલુઍ આ દારૂનો જથ્થો મુળ હડમતીયાનો હાલ રાજકોટ આજી ડેમ પાસે ખોડીયાર નગરમાં રહેતો રાજુુ સાદુભાઇ સોનારા આપી ગયાની કેફીયત આપતા વિંછીયા પોલીસે બંન્ને સામે ગુન્હો દાખલ કરી સપ્લાયર રાજુ સોનારાની શોધખોળ હાથ ધરી છે.

(11:43 am IST)