Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

પોરબંદરની રતનપર સીમમાં જુગાર રમતા ૪ શખ્‍સો ૪ર૩૦૦ની રોકડ સાથે ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૦ : તાલુકાના રતનપર ડાભારી સીમમાં જુગાર રમતા ૪ શખ્‍સોને રૂા.૪ર૩૦૦ની રોકડ સાથે એલસીબી પોલીસે પકડીને ગુનો નોંધ્‍યો છે.

એલસીબીના પો.ઇન્‍સ. એચ.કે.શ્રીમાળી તથા એલસીબી સ્‍ટાફે એલસીબી કચેરી ખાતે હાજર  હતા. દરમિયાન કોન્‍સ્‍ટેબલ વિરેન્‍દ્રસિંહ પરમારને હકિકત મળેલ કે પોરબંદર રતનપર ગામની ડાભારી સીમમાં વાડીએ રહેતા દેવશીભાઇ હજાાભાઇ ઓડેદરા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમાડે છે. જેની હકિકતવાળી જગ્‍યાએ રેડ કરતા જુગાર રમતા દેવશી હાજાભાઇ ઓડેદરા, અરજન એભાભાઇ કડછા, હરીશભાઇ અરજનભાઇ કડછા તથા બાબુ ટપુભાઇ કોડીયાતરને રોકડ રૂા.૪ર૩૦૦ સાથે પકડી ગુનો નોંધ્‍યો છે.

આ જુગાર દરોડાની કામગીરીમાં પોરબંદર એલસીબી પીઆઇ એચ.કે.શ્રીમાળી, બટુકભાઇ વિંઝુડા, હેડ કોન્‍સ્‍ટેબલ ઉદયભાઇ વરૂ, હરેશભાઇ આહીર, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, જીણાભાઇ કટારા, કેશુભાઇ ગોરાણીયા, કુલદિપસિંહ જાડેજાકોન્‍સ્‍ટેબલ દિલીપભાઇ મોઢવાડીયા, વિરેન્‍દ્રસિંહ પરમાર તથા ડ્રા. કોન્‍સ્‍ટેબલ ગોવિંદભાઇ માળિયા વિગેરે રોકાયેલ હતા. (૪.૭)

(11:45 am IST)