Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ડેરોઇ ગામે પ્રવિણભાઇ અને પત્‍નિ પર કુટુંબી ભત્રીજાઓનો હુમલો

ભાયુભાગ પ્રશ્ને ચાલતાં મનદુઃખમાં ડખ્‍ખો વકર્યો

રાજકોટ તા. ૧૦: કુવાડવા તાબેના ડેરોઇ ગામે રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં પ્રવિણભાઇ કમલેશભાઇ ચાવડા (ઉ.વ.૪૦) તથા તેના પત્‍નિ ગીતાબેન પ્રવિણભાઇ (ઉ.વ.૩૮) પર કુટુંબી ભત્રીજા હાર્દિક, નિલેષ સહિતે લાકડી પાઇપથી હુમલો કરી ઇજા કરતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.

કુટુંબીજનો વચ્‍ચે મિલ્‍કતના ભાયુભાગ મામલે ઘણા સમયથી મનદુઃખ ચાલે છે. ત્‍યાં ગઇકાલે નિલેષના પત્‍નિએ ગીતાબેન વિશે એલફેલ શબ્‍દો બોલતાં ફરી બોલાચાલી થઇ હતી અને મારામારી કરવામાં આવી હતી. તેમ જણાવાયું હતું.

 

(11:50 am IST)