Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ગોંડલમાં દાઉદ અને મિત્ર સોયેબ પર પૈસાની ઉઘરાણી મામલે હુમલો

રાજકોટ તા. ૧૦: ગોંડલમાં ગુંદાળા શેરીમાં રહેતાં દાઉદ યાકુબભાઇ દલાલ (ઉ.વ.૨૫) અને તેના મિત્ર નાની બજારના સોયેબ અશરફભાઇ તૈલી (ઉ.વ.૨૮) પર રાતે એકાદ વાગ્‍યે ગોંડલના કોલેજ ચોકમાં જીત સહિતના અજાણ્‍યાએ ધોકાથી હુમલો કરતાં બંનેને સારવાર માટે ગોંડલ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ ખસેડાયા હતાં.

હોસ્‍પિટલ ચોકીના પરષોત્તમભાઇએ ગોંડલ સીટી પોલીસને જાણ કરી હતી. દાઉદે અગાઉ રૂપિયા ઉછીના લીધા હોઇ તેમાંથી અમુક રકમ આપી દીધી હતી. બાકીના રૂપિયાની ઉઘરાણી મામલે આ માથાકુટ થઇ હોવાનું સગાએ કહ્યું હતું.

 

(11:55 am IST)