Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ગોંડલ ભોજરાજપરામાં થાંભલા સાથે કાર અથડાતા બેને ઇજા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૦ : ગોંડલ શહેરમાં ભોજરાજપરા વિસ્‍તારમાં ઝેન કાર થાંભલા સાથે અથડાતા કારમાં બેઠાલા બે યુવાનોને ઇજા થઇ હતી.

પ્રાપ્‍ત વિગત મુજબ શહેરના ભોજરાજપરામાં પુરપાટ ઝડપે દોડી રહેલી કારના ચાલકે અચાનક સ્‍ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ફુટપાથ પર ઉભા કરેલ સ્‍ટ્રીટલાઇટના થાંભલા સાથે ધડાકાભેર અથડાતા થાંભલાના બે કટકા થયા હતા. કારમાં બેઠેલા ધ્રુવ મનોજભાઇ સોલંકી ઉ.વ.૧૯ અને અનિકેત સંજયભાઇ જેઠવા ઉ.વ.ર૦ રહે. બંન્‍ને ભોજરાજપરા વાળાને ઇજા થતા ગોંડલ સિવીલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા

(12:00 pm IST)