Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ભાયાવદરના અરણી ગામે જાહેરમાં જુગાર રમતા ૭ પતાપ્રેમી પકડાયા

રાજકોટ તા. ૧૦: ભાયાવદર પોલીસે અરણી ગામે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ૭ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ અરણી ગામે પડવલા રોડ પર આવેલ ધોરીયા સીમમાં આવેલ સેલામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ભાયાવદરના પી.એસ.આઇ. કે. પી. મેતા તથા હેડ કો. મેહુલભાઇ સુવા સહિતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧) કેશવજી માવજીભાઇ સખીયા ઉ.વ.૬ર ધંધો ખેતી (ર) ગોરધન મેઘજીભાઇ તાળા ઉ.વ. ૬૯ ધંધો ખેતી (૩) વેલજી મુળજીભાઇ સભાયા ઉ.વ. પ૯ ધંધો ખેતી (૪) કાંતીલાલ કરશનભાઇ સભાયા ઉ.વ. ૬ર ધંધો ખેતી (પ) મયુર રતીભાઇ સભાયા પટેલ ધંધો ખેતી (૬) જયેશ કેશવજીભાઇ સખીયા ધંધો ખેતી તથા (૭) જતીન રમેશભાઇ સખીયા ઉ.વ.૩૦ ધંધો ખેતી રહે. બધા અરણી તા. ઉપલેટાને રોકડા રૂા. ૩૪,પ૬૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(4:51 pm IST)