Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ભાડલાના કનેસરામાં માતાજીના મઢે ઝેરી દવા પી ગયેલા અશ્વિન કુકડીયાનું મોત

જે યુવતિને ભગાડી ગયો હતો તેણીને સગા દ્વારકાથી લઇ ગયા બાદ પોતે પાંચમીએ કનેસરા આવી ઝેર પી ગયો હતોઃ રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૦: જસદણના ભાડલા તાબેના કનેસરા ગામના મુળ વતની અને હાલ રાજકોટ રહી મજૂરી કામ કરતાં અશ્વિન ધનજીભાઇ કુકડીયા (ઉ.વ.૨૫) નામના યુવાને પાંચમી તારીખે કનેસરા ગામમાં ભાડલા રોડ પર આવેલા પોતાના મેલડી મા અને શક્‍તિ માના મઢે જઇ ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં જસદણ અને ત્‍યાંથી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. વધુ સારવાર માટે સિવિલમાં દાખલ કરાયો હતો. જેનું ગત રાતે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભાડલા પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. મહાવીરભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર અશ્વિન બે ભાઇ અને એક બહેનમાં નાનો અને પરિણિત હતો. સંતાનમાં એક પુત્ર છે. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ અશ્વિન કોઇ યુવતિને ભગાડીને લઇ ગયો હતો. એ પછી યુવતિને તેના સગા દ્વારકાથી લઇ ગયા હતાં અને અશ્વિને પોતે કનેસરા પરત આવી રહ્યો હોવાની જાણ કર્યા બાદ ગામમાં માતાજીના મઢે ઝેર પી ગયો હતો. સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.(

(11:56 am IST)