Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

જેતલસરના બહુચર્ચિત સૃષ્‍ટિ મર્ડર કેસમાં કોર્ટ દ્વારા આજે ચુકાદો અપાવવાની સંભાવના : ચુકાદા પુર્વે જેતલસરમાં ભારે ઉતેજના

એકતરફી પ્રેમમાં પાગલ આરોપી જયેશે છરીના ૩૦ થી ૪૦ જેટલા ઘા મારી સૃષ્‍ટિ રૈયાણીની હત્‍યા કરી હતી

જેતલસર, તા. ૧૦ : આજથી ૧ વર્ષ, ૧૧ મહિના અને ૨૫ દિવસ એટલેકે ૭૨૪ પહેલા ગામના ઉપરકોટ વિસ્‍તારમાં, પાણીના ટાંકા પાસે રહેતા કિશોરભાઇ રૈયાણીની પુત્રી સળષ્ટિ રૈયાણીની  કરપીણ હત્‍યા થઈ હતી. પોલીસ કાર્યવાહી દરમિયાન જેતલસરના ડેડરવા રોડ પરના ગાયત્રીનગરમાં પટેલ રહેતો આરોપી જયેશ ગિરધર જેલમાં ધકેલાયો હતો. આ કિશોરીની હત્‍યાના છેક ગાંધીનગર સહિત રાજ્‍યભરમાં ઘેરા પડઘા પડતાં કહેવાય છે કે સરકારને સીટની રચના કરવી પડી હતી. આજે આ કેસનો ચુકાદો આપે તેમ હોય ભારે ઉતેજના ફેલાઇ છે.

દરમિયાન અગાઉ બે ત્રણવાર ફરિયાદી અને આરોપીઓની દલીલો વચ્‍ચે કોર્ટ નિર્ણય સંભળાવી દેશે તે વાતથી જેતપુરની કોર્ટ નજીક જેતલસર ગામના હજારો લોકોના ટોળાં વળી ગયા હતા. તે જ રીતે મંગળવારે પણ મોડી રાત્રિ સુધી જેતપુરમાં જજ ચૌધરીની કોર્ટમાં વકીલોની દલીલો થઈ હતી, પણ અંતે આવતીકાલ તા,૧૦ મી માર્ચે  કોર્ટે વધુ સુનાવણી મુકરર કરી હતી.

બીજીબાજુ હવે કોર્ટ ચુકાદો જ સંભળાવી દેશે તે આશાએ પરિવારજનો અને ગ્રામજનોમાં ઉત્‍કંઠા વધી ગઈ છે. ગામની દીકરીને ન્‍યાય મળવો જોઈએ તેવી માંગ છેલ્લા ૨ વર્ષથી ગામના રાજકીય, સામાજિક અને પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે. હાલ આ પ્રકરણથી મોટા મોટા રાજકીય આગેવાનો સમયાંતરે દૂર થતાં ગયા હોવાનો તેમજ હાલ માત્ર એક દિલીપ દેવશીભાઈ ભૂવા નામના સામાજિક મળતકના પડખે ઊભા હોવાનું પરિવારજનોનું કહેવું છે. 

 જેતલસર : ઉપરકોટ, પાણીના ટાંકા પાસે રહેતા કિશોરભાઇ રૈયાણીની દીકરી સળષ્ટિને ગાયત્રી નગરમાં રહેતો જયેશ ગિરધર સરવૈયા એક તરફી પ્રેમમાં પાગલ બન્‍યો હતો. કિશોરીની સતત અવગણના છતાં જયેશ સમજતો નહોતો. ૨૦૨૧ના વર્ષમાં બપોરે જયેશ ખુન્નસ ભરેલી હાલતમાં તિક્ષણ છરી સાથે ઘસી જઈને, ઘરનો દરવાજો ઠેકી કિશોરભાઈના ઘરમાં પ્રવેશ્‍યો હતો. અને દીકરી સળષ્ટિ કાઇ બોલે, વિચારે તે પહેલા જ જયેશ છરી વડે તૂટી પડી ૩૦ થી ૩૪ જેટલા ઘા ઝીંકી, પાડોશી પણ ડરાવીને તેમજ વચ્‍ચે પડેલા સળષ્ટિના ભાઈને પણ છરીના ઘા ઝીંકી નાસી છૂટયો હતો. જેતપુર તાલુકા પોલીસ તે સમયે ગણતરીની કલાકોમાં જયેશને દબોચીને કાનૂની કાર્યવાહી વચ્‍ચે જેલમાં ધકેલી દીધો હતો. આ હત્‍યા પ્રકરણમાં તારીખ પે તારીખ બાદ આજે૧૦ મી માર્ચે ૭૨૪ દિવસ પછી કોર્ટ દ્વારા ફેંસલો કરાય તેવી આશા સાથે આજે કોર્ટ દ્વારા આપાનાર ચુકાદા પ્રત્‍યે ભારે ઉતેજના ફેલાઇ છે.

(11:57 am IST)