Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

રાજૂલા આવતા ભારતના વડા મુફતી

દારૂલ ઉલૂમ ફૈઝાને ગૌહરપિયાની પાયા વિધિ પ્રસંગે રવિવારે ભવ્‍ય જલ્‍સો : બરૈલી શરીફના અસજદમીંયાના આગમનથી અમરેલી જીલ્લાના સુન્ની મુસ્‍લિમ સમાજમાં હર્ષ

ધ્રોલ તા. ૧૦ : ગુજરાતભરમાં ચાર વિદ્યાપીઠ ધરાવતા અહીંના અમીને શરીઅત એજયુકેશન ટ્રસ્‍ટ ધ્રોલ દ્વારા ઇસ્‍લામી જ્ઞાન   આપનારા પાંચમાં સંકુલની ઇમારતની પાયાવિધિ આગામી તા. ૧ર ને રવિવારે અમરેલી જીલ્લાના રાજૂલા ખાતે યોજવામાં આવી છે.

સૌરાષ્‍ટ્રની પ્રાચીન ખાનકાહ (આધ્‍યાત્‍મિક મઠ) મરકઝે અહેલે સુન્નત, કાદરીયાહ, રઝઝા  કીયાહ જાફરાબાદના પરિવારના હૂઝૂર ઝહીરે મિલ્લત (રહે.)ના સુપુત્ર સુન્‍ની ધર્મગુરૂ હઝરત કિબ્‍લા સૈયદ આલે મુસ્‍તફા (દાદાબાપુ) બાપુ ના માતાજી સૈયદાહ અફઝલ ઝૂબૈદાહ ફાતેમાહમા સાહેબા (રહે.)ના ચહેલૂમનો પ્રસંગ પણ એ જ દિવસે યોજાયો છે.

આ જાજરમાન પ્રસંગ વેળા ભારતના વડા મુફતી અને આ'લા-હઝરત (રહે.)ના પ્રપૌત્ર હઝરત અસ્‍જદરઝાખાન સાહેબ (બરૈલી શરીફ - યુ. પી.) પધારી રહ્યા હોઇ રાજૂલા ઉપરાંત અમરેલી જીલ્લાના સુન્ની મુસ્‍લિમ સમાજમાં હર્ષ વ્‍યાપી ગયો છે.

ખાસ કરીને રાજૂલામાં સુન્ની મુસ્‍લિમ કબ્રસ્‍તાન પાસે દારૂલ ઉલૂમ ફૈઝાને ગૌહરપિયા ત્‍થા ગુલશને ઝહરાબતુલ (મદ્રસતુલ બનાત) ના નામે મુસ્‍લિમ શૈક્ષણીક સંકૂલ છાત્ર અને છાત્રાઓ માટે બનનાર છે જેની આ પ્રસંગે ભારતના સુન્ની ધર્મગુરૂ ઉપરાંત સૌરાષ્‍ટ્ર-ગુજરાતના ઉપસ્‍થિત રહેનાર ઉલેમાઓ હસ્‍તે પાયા વિધિ થશે. દારૂલ ઉલૂમ વર્કીંગ કમિટીના જાહેર કર્યા મુજબ રવિવારે રાત્રે વાઅઝનો ભવ્‍ય જલ્‍સો પણ રાજૂલામાં યોજાયો છે. જેમાં અમરેલી જિલ્લાના સુન્ની મુસ્‍લિમોને ઉમટી પડવા સંયોજક હાજી ઉસ્‍માનગની બાપુ (ધ્રોલ) એ જાહેર અપીલ કરી છે.

(12:00 pm IST)