Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

રવિવારે જુનાગઢ જિલ્‍લાનું ક્રિકેટ ટીમનું અન્‍ડર-૧૪, ૧૬ અને ૧૯નું સિલેકશન

અન્‍ડર-૧૪નું સવારે ૭ વાગે, અન્‍ડર-૧૬નું ૧૦ વાગે અને અન્‍ડર-૧૯નું સાંજે ૪ વાગે સિલેકશન થશે

રાજકોટઃ જુનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શ્રી પાર્થભાઇ કોટેચાની યાદી પ્રમાણે જુનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા જુનાગઢ જિલ્લાના અંડર-૧૪ ખેલાડીઓનું સૌરાષ્‍ટ્ર આંતર જિલ્‍લા અન્‍ડર-૧૪ ટુર્નામેન્‍ટ માટે સિલેકશન રાખવામાં આવેલ છે. સિલેકશન તા.૧૨ રવિવારે સવારે ૭ કલાકે જુનાગઢ સ્‍પોટર્સ કોમ્‍પલેક્ષ, ગાંધીચોક ખાતે રાખવામાં આવેલ છે. અન્‍ડર-૧૪નું સવારે ૭ વાગે, અન્‍ડર-૧૬નું ૧૦ વાગે અને અન્‍ડર-૧૯નું સાંજે ૪ વાગે સિલેકશન થશે. જરૂરી ડોકયુમેન્‍ટ જન્‍મનું ડીજીટલ પ્રમાણપત્ર નગરપાલિકા/ ગ્રામ પંચાયત(ઓરીજનલ), બોનાફાઇડ, આધારકાર્ડ, છેલ્‍લા બે વર્ષની માર્કશીટ, પાનકાર્ડ તા.૧/૯/૨૦૦૯ (બધા ડોકયુમેન્‍ટની ૨-૨ ઝેરોક્ષ કોપી સાથે રાખવી તેમજ પાસપોર્ટ સાઇઝના ૨ ફોટા સાથે રાખવા)

 

(12:02 pm IST)