Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૬મી પુણ્‍યતિથિ નિમિત્તે તેઓની કર્મભૂમિ રાણપુર અને બોટાદ ખાતે પુષ્‍પાંજલિ અર્પણ

રાજકોટ તા. ૧૦ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૬મી પુણ્‍યતિથિ નિમિત્તે એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ તથા કર્મભૂમિ રાણપુર ખાતે પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવેલ. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું.

ઝવેરચંદ મેઘાણીનું નિધન ૦૯ માર્ચ ૧૯૪૭ના રોજ બોટાદ ખાતે સાળંગપુર રોડ પર રેલવે-ફાટક પાસે આવેલ અને ૧૯૩૩માં તેમણે બંધાવેલ નિવાસસ્‍થાન ખાતે થયેલું. રાણપુર સ્‍થિત સાપ્તાહિક અખબાર ફૂલછાબના તંત્રી તરીકે કામગીરી બજાવતાં ઝવેરચંદ મેઘાણી રહેઠાણ બોટાદ અને કાર્યસ્‍થળ રાણપુર વચ્‍ચે ટ્રેન દ્વારા દરરોજ નિયમિતપણે આવ-જા કરતાં. 

રાણપુર ખાતે ભારત સરકારના મત્‍સ્‍ય, પશુપાલન, ડેરી મંત્રી અને રાજયસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, આયુષ, મહિલા અને બાળ વિકાસ મંત્રી અને સુરેન્‍દ્રનગર લોકસભાના સાંસદ ડો. મહેન્‍દ્રભાઈ મુંજપરા, બોટાદ જિલ્લા કલેકટર બી. એ. શાહ (આઈએએસ), બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્‍યામભાઈ વિરાણી, ઈન્‍ચાર્જ બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અને નિવાસી અધિક કલેકટર મુકેશભાઈ પરમાર (જીએએસ), ધંધુકાના ધારાસભ્‍ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્‍ય ભરતભાઈ પંડ્‍યા અને લાલજીભાઈ મેર, સાહિત્‍યકાર, સંશોધક, પત્રકાર પદ્મશ્રી વિષ્‍ણુભાઈ પંડ્‍યા, લોકગાયક, સાહિત્‍ય-લોકસાહિત્‍ય-અભ્‍યાસુ, શિક્ષણવિદ્‌ અભેસિંહ રાઠોડ, રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી, રાણપુરના સરપંચ ગોસુભા પરમાર, અગ્રણીઓ નરેન્‍દ્રભાઈ દવે, કનકબેન સાપરા, ડો. જગદીશભાઈ ત્રિવેદી અને સંજીવભાઈ ગદાણી, રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટીના પ્રકાશભાઈ સોની, ગજેન્‍દ્રભાઈ બગડીયા, વામનભાઈ સોલંકી અને રાજુભાઈ શાહની ઉપસ્‍થિતિ રહી હતી.     

બોટાદ ખાતે વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવલ, સાહિત્‍યકાર, શિક્ષણવિદ્‌ મહેશભાઈ ગઢવી, અગ્રણીઓ ભીખુભા વાઘેલા, ચંદુભાઈ સાવલિયા, પ્રકાશભાઈ સોનાગરા અને હરેશભાઈ ધાધલ, વિશ્વ હિંદુ પરિષદના સતુભાઈ ધાધલ, શશિકાંતભાઈ ગોહિલ, ભૂપતભાઈ ચૌહાણ અને મહેન્‍દ્રભાઈ (મોન્‍ટુભાઈ) માળી, પોલીસ ઈન્‍સપેકટર વી. બી. દેસાઈ, નિવૃત્ત આચાર્ય અનિલભાઈ ગઢવી, બાપુભાઈ ધાધલ, બાબભાઈ ખાચર, સામતભાઈ જેબલીયા, પ્રવીણભાઈ ખાચર, મયુરસિંહ ભાટી ઉપસ્‍થિત રહ્યા હતા.

વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્‍ય, લોકસાહિત્‍ય, પત્રકારત્‍વ તેમ જ આઝાદીની લડતમાં એમનું અનન્‍ય અને મહામૂલું પ્રદાન ક્‍યારેય વિસરાશે નહીં, સદાય અજરામર રહેશે તેમ મંત્રીઓ પરસોત્તમભાઈ રૂપાલા અને ડો. મહેન્‍દ્રભાઈ મુંજપરા, પદ્મશ્રી વિષ્‍ણુભાઈ પંડ્‍યા, બોટાદ જિલ્લા કલેકટર બી. એ. શાહ (આઈએએસ)એ લાગણીસભર અંજલિ આપી હતી. લોકગાયક અભેસિંહ રાઠોડે સ્‍વરાંજલિ અર્પણ કરી હતી. પિનાકી મેઘાણીએ મેઘાણી-સાહિત્‍ય અર્પણ કર્યું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્‍યસ્‍મૃતિમાં નામકરણ પામેલાં બોટાદ જિલ્લા સરકારી પુસ્‍તકાલય, રાણપુર સાર્વજનિક પુસ્‍તકાલય, ચોટીલા તાલુકા સરકારી પુસ્‍તકાલય ખાતે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા સમગ્ર મેઘાણી-સાહિત્‍યના પુસ્‍તક પ્રદર્શનનું આયોજન થયું હતું.

જ્જ આલેખન જ્જ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

 

(12:02 pm IST)