Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

પોરબંદર ગાંધી જન્‍મભુમિથી ‘વંદ્‌ેભારત' ટ્રેન દોડાવવા માંગણી

ભુતકાળમાં પોરબંદરને મળેલી હરિદ્વારની ટ્રેન સુવિધા ઝુંટવાઇ ગઇઃ પોરબંદર - સરોયલા (દિલ્‍હી)ને લંબાવી હરિદ્વાર સુધી દોડાવવાની માંગણીનો સૈધ્‍ધાતિક સ્‍વીકાર બાદ ધ્‍યાન અપાતુ નથી : ટ્રેન સુવિધા વધારવા આડે રાજકારણ કે રેલવે તંત્રની ઉદાસીનતા ?

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૦ : દેશમાં ર૦૦ જેટલી વંદે્‌ભારત ટ્રેન દોડાવવાની સરકાર દ્વારા જાહેરાત થઇ છે. ત્‍યારે ગાંધી જન્‍મભુમિ તરીકે પોરબંદરને મહત્‍વ આપીને  પોરબંદરથી વંદે્‌ભારત ટ્રેન દોડાવવા માંગણી ઉઠી છે.

ભુતકાળમાં પોરબંદરને મળેલી હરિદ્વારની ટ્રેન થોડા સમયમાં બંધ કરી દેવામાં આવી હતી અને આ પ્રશ્ને રજુઆત કરતા હરિદ્વારમાં નવુ પ્‍લેટફોર્મ બને પછી પોરબંદરથી હરિદ્વાર સુધી ટ્રેન દોડાવવાનું આશ્વસાન આવ્‍યુ હતુ. હાલ હરિદ્વારમાં નવુ પ્‍લેટફોર્મ બની ગયુ  છે. પોરબંદરથી ટ્રેન નંબર ધરાવનાર હરિદ્વારની ટ્રેન શરૂ કરવામાં આવતી નથી.

પોરબંદરથી હરિદ્વાર ટ્રેન મંજુર થઇ ત્‍યારે બુકીંગ તારીખ અને  આ ટ્રેઇનનું ટાઇમ ટેબલ પણ જાહેર કરી દેવાયું હતું. પરંતુ કમનસીબે પોરબંદરથી હરિદ્વાર ટ્રેઇન દોડતી નથી. આ પ્રશ્ને સીનીયર સીટીઝન પુંજાભાઇ કેશવાલાએ સાંસદ રમેશભાઇ ધડુકને રજુઆત કરી હતી.

ભુતકાળમાં પોરબંદરની હરિદ્વાર ટ્રેન શરૂ કરવા માંગણી બાદ તે સમયે રેલવે મંત્રી નારણભાઇ રાઠવા પોરબંદરની મુલાકાતે આવ્‍યા ત્‍યારે તે સમયે સ્‍થળ ઉપર હરિદ્વાર ટ્રેનની મંજુરી આપી દીધી હતી. આ ટ્રેનનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્‍યું હતુ. તે વખતે પોરબંદર હરિદ્વાર ટ્રેનને મેઇનટેનન્‍સ માટે ઓખા મોકલવામાં આવી હતી. સમય જતાં પોરબંદર હરિદ્વાર ટ્રેન સુવિધા ઝુંટવાઇ ગઇ હતી. આ પાછળ રેલવે તંત્રનું ઓરમાયુ વર્તન હોવાની ફરિયાદો ઉઠી છે.

પોરબંદરથી હરિદ્વાર જવા માટે પોરબંદર - સરોયલા (દિલ્‍હી) ટ્રેનની ફ્રિકવેન્‍સી વધારીને હરિદ્વાર સુધી લંબાવવાની માંગણી થઇ હતી. જેનો સૈધાંતિક સ્‍વીકાર થયો હતો. પોરબંદરની રેલવે સુવિધા  વધારવા આડે રાજકારણ કમે રેલવે તંત્રની ઉદાવસીનતા.... ? તે પ્રશ્ન યાત્રિકો પુછી રહેલ છે.

(12:33 pm IST)