Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

પોરબંદરમાં સસ્‍તા ભાવે મળતી જેનરિક દવા અંગે જાગૃતિ કાર્યક્રમ : જન ઔષધિ દિવસની ઉજવણી

પોરબંદર તા,૭. વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીની પહેલ પર પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના વિશે જાગળતિ વધારવા અને જેનરીક દવાઓને -ોત્‍સાહન આપવા માટે દર વર્ષે તા. ૭ માર્ચના જન ઔષધી દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ ૅજન ઔષધી સસ્‍તી ભી, અચ્‍છી ભીૅની થીમ ઉપર જન ઔષધી દિવસ અને જનઔષધી સપ્તાહ ઉજવવામાં આવ્‍યો હતો.  તે હેઠળ પ્રધાનમંત્રી જન ઔષધી દિવસની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરાઇ હતી.

 દર્દીઓને સસ્‍તા ભાવે દવાઓ મળી રહે  તે માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના શરૂ છે. આ યોજનાનો હેતુ ગુણવત્તાયુક્‍ત જેનરીક દવાઓ પોસાય તેવા ભાવે મળી રહે તે છે.  પોરબંદર જિલ્લામાં જન ઔષધી સપ્તાહ અંતર્ગત પ્રથમ દિવસે જન ઔષધી જનચેતના અભિયાન, બીજા દિવસે જન ઔષધી પ્રતિજ્ઞા યાત્રા, ત્રીજા દિવસે જન ઔષધી એક કદમ માતળ શક્‍તિ કી ઓર, ચોથો દિવસ જન ઔષધી બાળમિત્ર, પાંચમો દિવસ જન ઔષધી મેલા, છઠ્ઠો દિવસ આઓ જન ઔષધી મિત્ર બને

 સાતમા દિવસે પોરબંદર ખાતે જિલ્લા કક્ષાના પાંચમા જન ઔષધી દિવસની ઉજવણી કરાઈ હતી.  આરોગ્‍ય અધિકારી  બી.બી. કરમટા સહિત આરોગ્‍ય કર્મીઓ તથા મહાનુભાવો અને મહેમાનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે શ્રી કરમટાએ પોરબંદર જિલ્લામાં ઔષધી કેન્‍દ્રો તથા જેનરીક દવા વિશે જાણકારી આપી હતી.

(12:48 pm IST)