Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

જૂનાગઢમાં ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષા આપતા દિવ્‍યાંગ બાળકો માટે લોહિયા મંજૂરી કેમ્‍પ યોજાયો

જૂનાગઢ : ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની હોય ત્‍યારે સૌ ભણે સૌ આગળ વધેના આશયથી વિકલાંગ વિદ્યાર્થીઓ માટે પણ રાઇટર એટલે કે લોહીયાની વ્‍યવસ્‍થા કરવામાં આવતી હોય છે. જેમાં વિકલાંગ વ્‍યક્‍તિ પણ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા સરળતાથી આપી શકે તે માટે સરકારના ધોરણ પ્રમાણે પરીક્ષાર્થીના ધોરણથી નીચલા ધોરણની વ્‍યક્‍તિ લોહિયા તરીકે રાખી શકાય છે. આથી જે લોકો આ પ્રકારે પરીક્ષા આપવા માંગતા હોય તેવા દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓ પોતાની સાથે લહિયાનું નામ તેમજ તેની ઓળખ આધાર રજુ કરવાના હોય છે. આ સંદર્ભનો ચકાસણી કેમ્‍પ જિલ્લા શિક્ષણ વિભાગના શિક્ષણ અધિકારી ભાવસિંહ વાઢેરના માર્ગદર્શન નીચે યોજાયો. આ વર્ષે જિલ્લામાંથી દિવ્‍યાંગ વિદ્યાર્થીઓ આશરે ૧૨૫  જેટલા  ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આપશે. તે અંગેનો ચકાસણી કેમ્‍પ સ્‍વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજવામાં આવ્‍યો હતો.(અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(12:39 pm IST)