Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

જુનાગઢમાં મોટર સાયકલ પર આવેલા ૪ શખ્‍સોએ બળજબરીથી મોબાઇલ-રોકડ પડાવી લીધા

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૦ : ગલીયાવાડા ગામે અફઝલ કારાભાઇ સીડા નામનો ર૩ વર્ષીય યુવાન ગઇકાલે બપોરના જુનાગઢમા મજેવડી દરવાજા પાસે આવેલ સખી દાતાર પાનની દુકાન નજીક આવેલ. ત્‍યારે જુનાગઢમાં ભારત મીલના ઢોરા વિસ્‍તારમાં રહેતો રઇશખાન અને રીઝવાન જુણેજા મોટર સાયકલ પર આવેલ અને બંનેએ માર મારી બાદમાં અફઝલ ઉપર લાકડા ધોકા વડે હુમલો કર્યો હતો.

આ દરમિયાન ફેજલખાન અને મોઇનખાન નામના બે ઇસમોએ પણ મોટર સાયકલમાં આવી યુવાનને ઢીકાપાટુનો માર મારી જે હોય તે આપી દેવાનું કહી વધુ મારવાની ધમકી આપી હતી.

આથી અફઝલ સીડાએ આ શખ્‍સોને રૂા.પાંચ હજારની કિંમતનો મોબાઇલ અને રૂા.બે હજારની રોકડ આપી દેતા જે લઇને ચારેય શખ્‍સો નાસી ગયા હતા.

આ અંગે યુવકે ફરિયાદ કરતા બી ડીવીઝનના મહિલા પી.એસ.આઇ. કે.કે.મારૂએ આગળની તપાસ હાથ ધરી છે.

(12:41 pm IST)