Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

પોરબંદર : મહિલાઓને ૩૩ ટકા અનામત યોજનાથી સાધનાબેન ડોડિયાનું પોલીસ બનાવાનું સ્‍વપ્‍ન સાકાર

પોરબંદર,તા.૧૦ : સરકારી નોકરીઓમાં મહિલાઓને ૩૩% અનામતની યોજનાથી પોલીસ બનવાનું મારૂ સપનું થયું સાકાર થાયનું પોલીસમાં નવી નિમણુંક થયેલ  સાધનાબેન ડોડીયાએ જણાવ્‍યું હતું.  મહિલાઓની સુરક્ષા માટે પોલીસની સી-ટીમ ર૪ કલાક હોય છે. તેમ પણ સાધાનાબેને વધુમાં જણાવ્‍યું હતું.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી જ્‍યારે ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે તેઓએ મહિલા કલ્‍યાણલક્ષી અનેક યોજનાઓ દ્વારા મહિલાઓને સામાજિક, આર્થિક, રાજકિય, વૈજ્ઞાન, ખેલકૂદ સહિત ક્ષેત્રે આગળ વધવાની તક મળી હતી. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં પણ મહિલા ઉત્‍કર્ષલક્ષી યોજનાઓ દ્વારા મહિલાઓને સમાન હક ,સમાનતા અને કન્‍યા કેળવણી ક્ષેત્રે પ્રોત્‍સાહન મળી રહ્યું છે. સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં સેવા આપવાની તક,સરકારો નોકરીઓમાં અનામત, સહિત મહિલા ઉત્‍કર્ષલક્ષી યોજનાઓનો લાભ મહિલાઓને મળી રહ્યા છે.

શિક્ષણની સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, અંધશ્રદ્ધા નિર્મૂલન, વૈચારિક બદલાવ આવે અને મહિલાઓ પગભર થવાની સાથે પોતાના ગુજરાત સરકારની આ યોજનાથી અનેક મહિલાઓને સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ અને સરકારી નોકરોઓમાં અનામતનો લાભ મળી રહ્યો છે.

 ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ પોલીસ ભરતીમાં લોકરક્ષકની પરિક્ષા પાસ કરીને પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે મહિલા તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. તેમ જણાવાયું છે.

(12:59 pm IST)