Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ગિરનારના ૪૬૦૦ પગથીયેથી પડી જતા અજાણ્‍યા વૃધ્‍ધનું મોત

કુવામાં ખાબકતા હરિપુરના આધેડનું મૃત્‍યુ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા. ૧૦ : ગિરનારના ૪૬૦૦ પગથીયેથી પડી જતા એક અજાણ્‍યા વૃધ્‍ધનું મોત થયાનું જાણવા મળેલ છે.

જૂનાગઢના ભવનાથમાં ગિરનાર પર્વત પર આવેલ ચચા કાકાની જગ્‍યાએથી ૪૬૦૦ પગથીયા ખાતેથી એક અજાણ્‍યા વૃધ્‍ધનું જંગલમાં પડી જતા મૃત્‍યુ નિપજ્‍યું હતું.

આ અંગેની જાણ થતા ભવનાથ પોલીસનો કાફલો સ્‍થળ પર દોડી ગયો હતો. અને મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી.

મૃતકની ઓળખ થઇ હતી. મરનાર ગિરનારની યાત્રાએ આવ્‍યા હોય અને વૃધ્‍ધાવસ્‍થાના કારણે જંગલમાં પડી જતા મૃત્‍યુ પામ્‍યા હોવાનું અનુમાન છે.

વિશેષ તપાસ ભવનાથના એ.એસ.આઇ આર.આર. બામરોટીયા ચલાવી રહ્યા છે.

મેંદરડા તાલુકાના હરિપુર ગામના ૪૮ વર્ષીય મનસુખભાઇ ઉકાભાઇ મોરબીયા નામના આધેડ ગઇ કાલે તેમની પોતાની વાડીના કુવામાં પાઇપ બાંધવા માટે ઉતર્યા હતા.

આ પછી મનસુખભાઇ દોરડુ પકડી કુવામાં બહાર નીકળતા હતા. ત્‍યારે હાથમાંથી દોરડુ છુટી જતા તેમનું કુવામાં ખાબકવાથી મૃત્‍યુ નિપજ્‍યુ હતું.

(12:41 pm IST)