Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

પોરબંદરમાં પૂ. રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને યોજાનાર ભાગવત સપ્તાહ માટે તડામાર તૈયારીઓ

ચોપાટી ગ્રાઉન્‍ડમાં તા. ૧૩ મી થી કથાનો પ્રારંભ : સર્વે સમાજના વિકાસ અને જાગૃતિ માટે આયોજન

પોરબંદર, તા. ૯ : સર્વે સમાજના સર્વાગી વિકાસ તેમજ જનજાગળતિ તેમજ અંધશ્રદ્ધા નિવારણ અર્થે  ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્‍સિલ દ્વારા પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની અમળતવાણીમાં તા. ૧૩  થી ૧૯  સુધી ચોપાટી ગ્રાઉન્‍ડ ખાતે યોજાનાર  શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના આયોજનની તડામાર આખરી તૈયારીઓ થઇ રહી છે.

ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડિયા પરિવાર તરફથી પણ આ ધાર્મિક ઉત્‍સવને આવકારવા શ્રીમદ ભાગવત સપ્તાહના યજમાન સેવા રૂપે રૂા. ૨,૫૧,૦૦૦ અર્પણ કરી સમાજનું સંગઠન મજબુત બને તેમજ પોરબંદર વિસ્‍તારનો સર્વાગી વિકાસના કાર્યમાં વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા પરિવાર તરફથી પોરબંદરના આંગણે ઉજવાઈ રહેલા આ ધાર્મિક ઉત્‍સવ નું સ્‍વાગત કરી સપ્તાહના મનોરથી રૂપે રૂા.૨,૫૧,૦૦૦.

સેવા અર્પણ કરી સંસ્‍થા દ્વારા કરવામાં આવેલ પોરબંદરના સર્વે સમાજના સર્વાગી વિકાસ અને જાગળતિ તેમજ અંધશ્રદ્ધા નિવારણ અર્થે ભાગવત સપ્તાહના ધાર્મિક કાર્યના આયોજનને શુભેચ્‍છાપાઠવી હતી

શિક્ષણ ક્ષેત્રે આગવું નામ ધરાવતા ડો.વિરમભાઇ ગોઢાણીયાએ પોતાના વક્‍તવ્‍યમાં સમાજના વિકાસમાં શિક્ષણનું મહત્‍વ રહેલું છે અને આ ધાર્મિક કાર્ય દ્વારા જનજાગળતિ ઉજાગર કરી સમાજને નવો રાહ દર્શાવા બદલ સંસ્‍થાને અભિનંદન પાઠવી આ ધાર્મિક કાર્યમાં તેમના પરિવાર તરફ થી ૫ લાખ  યજમાન સેવા અર્પણ કરી હતી આ તકે પોરબંદર ખાતે હોટેલ વ્‍યવસાયમાં જોડાયેલા વિક્રમભાઈ ઓડેદરા પરેવાર તરફથી પણ રૂપિયા ૫,૦૦,૦૦૦ના મનોરથી ની સેવા અર્પણ કરેલ છેઆ ધાર્મિક કાર્યને આવકાયુ હતું

પોરબંદર વિસ્‍તારના સર્વાગી વિકાસ, જન જાગળતિ તેમજ અંધશ્રદ્ધા નિવારણ અર્થે યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહમાં તન મન ધન થી સાથ સહકાર મળી રહ્યો છે.આ તકેશ્રી ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્‍સિલ પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તેમજ સાથી ઉપપ્રમુખશ્રીઓ દ્વારા મનોરથી યજમાન સેવાને આવકારી સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.તેમજ શ્રી ઈન્‍ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્‍સેલ દ્વારા પોરબંદરની સર્વે જ્ઞાતિની ધર્મપ્રેમી જનતાને આ ધાર્મિક કાર્યમાં ધનથી જોડવા આહવાન કરે છે તેમજ ધર્મપ્રેમી જનતાને આ ભાગવત સપ્તાહનું રસપાન કરવા જાહેર આમંત્રણ એક યાદીમાં પાઠવવામાં આવ્‍યું છે.

(12:42 pm IST)