Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

જૂનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા ટ્રસ્‍ટ સંગઠન દ્વારા મહિલાઓનો સન્‍માન સમારંભ યોજાયો

જૂનાગઢ : સમસ્‍ત બ્રહ્મ યુવા ટ્રસ્‍ટ સંગઠને ૬ વર્ષ પુર્ણ કરી ૭માં વર્ષમા પ્રવેશ કરેલ  છે ત્‍યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્‍થાપના દિવસની ઉજવણી ખૂબ જ ભવ્‍ય રીતે કરવામા આવી હતી તેમજ આ સંસ્‍થાની નવાં વર્ષ માટે નવી કારોબારી સમિતિની ઘોષણા કરવામાં આવી હતી. તેમાં  પ્રમુખ પદે  કમલેશભાઈ ભરાડની નિમણુક કરવામા આવી છે, તેમજ ઇન્‍ટરનેશનલ મહિલા દિવસ નમિતે  બ્રહ્મ સમાજની પ્રતિષ્ઠીત મહિલાઓનો જાહેર સન્‍માન સમારોહ યોજાયો હતો. જેમાં ક્‍લાસ વન તરીકેમાં ફરજ બજાવતા વત્‍સલાબેન શશીકાંતભાઈ દવે, ક્‍લાસ ટુ માં ફરજ બજાવતા હેલીબેન નવીનભાઈ ઓઝા તથા કળષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા બહેન ઠાકર, ભટ્ટબેન તથા ફિઝિયોથેરાપીસ્‍ટ તરીકે સેવા આપતા ત્રણ બહેનો, એસ્‍ટ્રોસ્‍ટોલોજીસ્‍ટ તરીકે સેવા આપતા તથા મહિલા કોર્પોરેટર આદ્યશક્‍તિબેન, મનીષાબેન ભરાડ, એડવોકેટ બોરીસંગર, પ્રસિદ્ધ સ્‍વિમર  વગેરે મહિલાઓના ભવ્‍ય સન્‍માન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્‍ય ભીખાભાઈ જોશી, શૈલેષભાઈ દવે, શશીકાંતભાઈ બોરીસંગર, જયદેવભાઈ જોશી, બહેન પાણેરી, મનોજભાઈ જોશી, ઉપરાંત બ્રહ્મ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્‍યામાં બ્રહ્મ પરિવારનાં સભ્‍યો, તથા પત્રકાર મિત્રો હાજર રહ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના સંસ્‍થાપક જયદેવભાઇ જોષી , કાર્તિકભાઇ ઠાકર તથા ટ્રસ્‍ટીગણ,  પી.સી.ભટ્ટ ,  પરાગ પંડ્‍યા, દેવાંગ વ્‍યાસ તથા બ્રહ્મ યુવા ટ્રસ્‍ટ સંગઠનની મહિલા પાંખના સભ્‍યોએ  પણ ભારે જહેમત ઉઠાવી હતી. તેમ આ સંસ્‍થાના પ્રવકતા મહેશભાઇ શુકલ તથા વિશાલભાઈ જોશીએ જણાવ્‍યું હતું.(અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(12:42 pm IST)