Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

સ્‍ટેટ રેન્‍કીંગ ટેનિસ ટૂર્નામેન્‍ટમાં રનર્સઅપ

જુનાગઢ તા. ૧૦: તાજેતરમાં રાજકોટ ખાતે કેબીજેટીએ-જીએસટીએ સ્‍ટેટ રેન્‍કિંગ ટેનિસ ટુર્નામેન્‍ટમાં બોયઝ અન્‍ડર-૧ર માં પ્રેમાનંદ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલ-જુનાગઢના વિદ્યાર્થી બાબરીયા વિવાનને રનર્સ અપ થયા છે. આ વિદ્યાર્થી સ્‍ટેટ લેવલ તથા નેશનલ લેવલની અનેક ટુર્નામેન્‍ટસ રમી ચૂકયા છે. વિવાનને પૂજય શ્રી મુકતાનંદજી બાપુ, શ્રી ગિજુભાઇ ભરાડ તથા ડાયરેકટર ડો. માતંગભાઇ પુરોહિતે અભિનંદન પાઠવેલ છે.

(4:51 pm IST)