Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

જામનગરમાં ચોરાઉ વાયર સાથે બે તસ્‍કરો ઝડપાયા

જામનગર,તા. ૧૦ : શહેરમાં બનતા ઘરફોડ ચોરી તેમજ સાદી ચોરીના અનડિટેકટ ગુન્‍હા શોધવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવા પોલીસ ઇન્‍સપેકટર એમ.બી.ગજ્જરના માર્ગદર્શન મુજબ સીટી એ ડીવી. પો.સ્‍ટે.ના સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પો.સબ.ઇન્‍સ. બી.એસ.વાળા સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન સર્વેલન્‍સ સ્‍ટાફના પો.હેડ કોન્‍સ. રવિરાજસિંહ અનિરૂધ્‍ધસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજાને હકિકત આધારે આરોપી (૧) સુનીલ ઉર્ફે કાળી બીલ્લી વિનુભાઇ ચારોલીયા દેવીપુજક (ઉવ.૧૯) ધંધો મજુરી રહે. નાનકપુરી ગોદડીયા વાસ ફુલીફયા હનુમાન પાસે સરકારી ટોયલેટ પાસે (૨) ચોચો રમેશભાઇ કાંજીયા દેવીપૂજક (ઉવ.૨૦) ધંધો મજુરી રહે. પવનચક્કી ફુલીફયા હનુમાન ગણેશવાસ સરકારી ટોયલેટ પાસે વાળાઓને જામનગર જીલ્લા જેલના ગેઇટ પાસે રોડ ઉપરથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ જેમાં (૧) વાયરના ત્રણ બોક્ષ જે એક બોક્ષની કિં. રૂા. ૧૦૫૦ અમે કુલ ત્રણ બોક્ષની કિંમ. રૂા. ૩૧૫૦ ગણી તથા (૨) બે બોક્ષ જે એક બોક્ષની કિ. રૂા. ૨૫૦૦ અુમ કુલ બે બોક્ષની કિં.રૂા. ૨૫૦૦ એમ કુલ બે બોક્ષની કિ. રૂા. ૫૦૦૦ ગણી તથા (૩) ખુલ્લા ઇલેકટ્રીક વાયરના ૪ બોક્ષના જેની કિં. રૂા. ૪૦૦૦ ગણી તથા (૪) મોટરપંપ જેની કિં. રૂા. ૨૦૦૦/અ ગણી તથા (૫)  કિલો જેટલા જુના વાયર જેની કિંમત રૂ. ૩૦૦૦ ગણી એમ કુલ કિં. રૂા. ૧૭,૧૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી સીટી એ ડીવી. પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૮૨૩૦૪૨૯ ઇપીકો કલમ ૩૭૯ના મુદ્દામાલ તરીકે કબ્‍જે કરી ચોરીનો વણ શોધાયેલ ગુની ડીટેક્‍ટ કરેલ છે.

 આ કામગીરી પો.ઇન્‍સ. એમ.બી.ગજ્જર, પો.સબ.ઇન્‍સ. બી.એસ.વાળા, પો. હેડ કોન્‍સ. દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા, મહિપાલસિંહ મયુરસિંહ જાડેજા, રવિરાજસિંહ અનિરૂધ્‍ધસિંહ જાડેજા, શૈલેષભાઇ કાંતીલાલ ઠાકરીયા, સુનીલભાઇ અરજણભાઇ ડેર, રવિન્‍દ્રસિંહ નાથુભા પરમાર, પો.કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ નીરૂભા સોઢા, વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા, રવિભાઇ ગોવિંદભાઇ શર્મા, ઋષિરાજસિંહ લાલુભા જાડેજા, વિજયભાઇ બળદેવભાઇ કાનાણી, ખોડુભા કનુભા જાડેજા, મહેન્‍દ્રભાઇ રમેશભાઇ પરમાર, રાજેન્‍દ્રસિંહ ઘનશ્‍યામસિંહ ડોડીયા, શિવરાજસિંહ નટુભા રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.

(12:44 pm IST)