Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

મોરબી એલસીબીએ ચીલઝડપના ગુન્‍હાના ફરાર આરોપીને ઝડપી લીધો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૦ : મોરબીમાં બહાદુરગઢના પાટીયા પાસે થયેલ ચીલઝડપના આપરાધમાં છેલ્લા ૮ માસથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી. પોલીસે સિરામિક ફેક્‍ટરીમાથી ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર પેરોલ ફર્લો સ્‍કવોડના જિજ્ઞાસાબેન કણસાગરા, જયેશભાઇ.વાઘેલા અને બ્રિજેશભાઇ કાસુન્‍દ્રાને ચોક્કસ બાતમી મળી હતી કે, ૮ માસ પૂર્વે બહાદુરગઢના પાટીયા પાસે ચીલઝડપની ઘટના બની હતી. જેનો આરોપી મૂળ મધ્‍યપ્રદેશનો રહેવાસી ૩૩ વર્ષીય દીલીપ માનસિંગ ઓડીયા ફરાર હતો અનેᅠ હાલ ઉંચી માંડલ ગામની સીમ તળાવીયા શનાળા રોડ સ્‍વંસેરા સીરામીક ખાતે વિહરી રહ્યો છે. જેને પગલે પોલીસે ઘટના સ્‍થળે દરોડા પાડીને આરોપી દીલીપને હસ્‍તગત કરીને મોરબી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં સોપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ᅠᅠ

ᅠઆ કામગીરીમાં એલ.સી.બી.ના પી.આઇ. ડી.એમ.ઢોલ, પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા,ᅠ એ.ડી.જાડેજા તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્‍કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્‍ટાફના માણસો જોડાયેલ હતા.

(12:46 pm IST)