Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ખંભાળિયાઃ રામનવમીની શોભાયાત્રા અંતર્ગત કાલે બેઠક

વિ.હી.પ. - બજરંગદળ દ્વારા

જામખંભાળીયાઃ વિશ્‍વ હિન્‍દુ પરિષદ - બજરંગદળ ખંભાળિયા દ્વારા ભગવાન શ્રી રામના જન્‍મ મહોત્‍સવ રામનવમી નિમિત્તે ખંભાળિયા શહેરમાં ભવ્‍ય શોભાયાત્રાના આયોજન તથા તા.૨૬ને રવિવારે ખંભાળિયામાં યોજાયેલ પ્રખર હિન્‍દુત્‍વવાદી વકતા સુશ્રી કાજલબેન હિન્‍દુસ્‍તાની (શિંગાળા)ના જાહેર કાર્યક્રમ યોજાયેલ છે.

જેની પૂર્વ તૈયારી માટે એક બેઠક કાલે તા.૧૧ને શનિવારે રાત્રે ૮.૩૦ થી ૯.૩૦ સુધી શ્રી પ્રભુભિક્ષુકજી મહારાજ પ્રેરીત રામધુન મંદિર - મહાદેવવાડી ખાતે રાખવામાં આવેલ છે. સર્વે ધર્મપ્રેમી જનતાએ આ બેઠકમાં ઉપસ્‍થિત રહેવા અનુરોધ કરાયો છે.(

 

(4:57 pm IST)