Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ટંકારા પંથકમાં સગીરા ઉપર દુષ્‍કર્મ આચરનાર પિતાનું હવસનું ભૂત પોલીસે ઉતાર્યુ : ફિટકાર

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૦ : ટંકારા પંથકમાં સંબંધને શર્મશાર કરતી ઘટનામાં સગીરા ઉપર દુષ્‍કર્મ આચરનાર સગા પિતાને ટંકારા પોલીસે દબોચી લઇ આગવી ઢબે સરભરા કરી હવસનું ભૂત ઉતારી નાખ્‍યું હતું.

મળતી વિગતો મુજબ ટંકારા પોલીસ સ્‍ટેશનના જમાદાર વિજયભાઈ બાર, મહિલા કોન્‍સ્‍ટેબલ પુજાબેન ડાંગર અને ડાઈવર રણુભા ઝાલાᅠ પેટ્રોલીંગ કરી રહા હતા એ દરમિયાન ગભરાટ સાથે ડરી સહમી ૧૮ વર્ષની સગીરા પોલીસ પાસે આવી પોતાને ધરે નથી ગમતું મને અહીંથી લઈ જાવ ની ફરિયાદ કરતા ટંકારા પોલીસે ગંભીરતાથી મોરબી સખી વન સ્‍ટોપ નો સંપર્ક કરી બે દિવસ પહેલા કાઉન્‍સિલ અર્થે મોકલી આપી હતી એ દરમિયાન ટંકારા પોલીસ મથકે સખી સેન્‍ટર માંથી ફોન રણકયો હતો જેમાં ૧૮ વર્ષની સગીરાને પોતાનો સગો બાપ છેલ્લા પાંચેક વર્ષથી શરીર અભડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મારકુટ કરતો હોવાની ચોંકાવનારી વિગતો આપતા ટંકારા પોલીસના થાણા અમલદાર એચ આર હેરભા દ્વારા તાત્‍કાલિક ભોગબનનારની હકીકત આધારે આરોપી પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આઈ પી સી કલમ ૩૭૬(૨) (F)(J)(K)(N),૩૨૩,૫૦૬(૨)તથા પોસ્‍કો એક્‍ટ 5(L)(N)(6)મુજબ ગુનો દાખલ કર્યો હતો. ભોગ બનનાર સગિરાએ જણાવ્‍યું હતું કે છેલ્લા પાંચેક વર્ષથી એના પિતા મારકુટ અને જાનથી મારી નાખવાની ધમકી આપી મારી સાથે જાતિય હુમલા કરતો હતો ત્‍યારે પોલીસ ગામમાં આવેલી અને હિંમત કરી આખી વાત કરતા આ બનાવ સામે આવ્‍યો હતો. દરમિયાન સગીરા ઉપર દુષ્‍કર્મ આચરનાર સગા પિતાને ટંકારાના પી.એસ.આઇ. એચ.આર.હેરભા તથા સ્‍ટાફે દબોચી લઇ આગવી ઢબે સરભરા કરી તેનું હવસનું ભૂત ઉતારી નાખ્‍યું હતું. હવસખોર પિતા સામે ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે

(12:47 pm IST)