Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

લીંબડી-અમદાવાદ હાઇ-વે ઉપર આઇસર અને બાઇક વચ્‍ચે અકસ્‍માતમાં ૨ ના મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૧૦ : લીંબડી અમદાવાદ હાઈવે ઉપર મોડી રાત્રે જાખણ ગામના પાટીયા પાસે આઇસર અને પ્‍લેઝર કંપનીના બાઈક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો છે ત્‍યારે આઇસર ચાલક દ્વારા સ્‍ટેરીંગ ઉપર કાબુ ગુમાવવામાં આવતા સામેથી આવતા પ્‍લેઝર ચાલકને અડફેટે લઈ લેવામાં આવ્‍યા છે પ્‍લેઝર ઉપર સવાર બંને યુવકોના મોત નીપજવા પામ્‍યા છે ઘટનાને લઇ અને ઘટના સ્‍થળે પોલીસ પણ દોડી ગઈ છે અને આ મામલે વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 જોકે આ અકસ્‍માત સર્જી અને હાલની પરિસ્‍થિતિ મુજબ આઇસર ચાલક ફરાર બની ચૂકયો છે ત્‍યારે લીંબડી પોલીસે આઇસર જપ્ત લઈ લીધું છે અને પોલીસ સ્‍ટેશનમાં મૂકી દીધું છે ત્‍યારે બંને આશાવાદી યુવકોના અકસ્‍માતમાં મોત નીપજતા પરિવાર પણ શોખ મગ્ન બન્‍યો છે બંનેની ડેડબોડીને પીએમ માટે લીંબડી સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને આ મામલે પોલીસે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી છે જોકે આઇસર ચાલતો હાલ ફરાર બન્‍યો છે.

 ત્‍યારે લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ઝાંખણ ગામના પાટીયા નજીક જિલ્લા ૮ દિવસમાં ચાર લોકોના અકસ્‍માતના પગલે મોતની પડ્‍યા છે ત્‍યારે જિલ્લાનો લીંબડી અમદાવાદ હાઈવે ગોઝારો સાબિત થઈ રહ્યો છે ત્‍યારે પ્‍લેઝર અને આઇસર વચ્‍ચે અકસ્‍માતમાં બે લોકોના મોતને લઈ અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્‍યાપી જવા પામી છે આ મામલે તપાસ કામગીરી હાથ ધરી અને ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે.

(12:49 pm IST)