Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

જામનગરમાં દારૂના ચાર ગુનામાં ફરાર જાબલી ઝડપાયો

જામનગર તા.૧૦ : ફરારી આરોપીઓને પકડવા સુચના હોય જેથી અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન મુજબ એલસીબી પો.ઇન્‍સ. જે.વી.ચૌધરી પો.સબ. ઇન્‍સ. એસ.પી ગોહિલ, પો.સબ.ઇન્‍સ. પી.એન. મોરી, સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન એલસીબીના હરદીપભાઇ ધાધલ, ભગીરથસિંહ સરવૈયા, શીવભદ્રસિંહ જાડેજાનાઓને મળેલ બાતમી આધારે દારૂના ૪ ગુનામાં પાર્થ ઉર્ફે જાબલી જીતેન્‍દ્ર કતિયારા રહે. દિ. પ્‍લોટ ૬૧, આશાપુરા મંદિર બાજુમાં વાળો તેમના મકાન આવેલ હોવાની હકિકત આધારે મજકુરને પકડી પાડી પો.સબ.ઇન્‍સ. એસ.પી. ગોહિલનાઓએ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. જે.વી.ચૌધરી તથા પો.સ.ઇ. એસ.પી. ગોહિલ તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલસીબીના  સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, ધાનાભાઇઇ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, વનરાજભાઇ મકવાણા, દોલતસિંહ જાડેજા, શીવભદ્રસિંહ જાડેજા, ફીરોજભાઇ ખફી, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા બીજલભાઇ બાલસરા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:48 pm IST)