Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

પુનમબેન માડમ ઇન્‍ટરપાર્લીયામેન્‍ટરી સેશનમાં ભાગ લેવા બેહરીન ગયા

જામનગર તા.૧૦ : બેહરીન ખાતે યોજાનાર ઇન્‍ટરપાર્લીયામેન્‍ટરી યુનીયન સેશનમાં ભારતનું પ્રતિનિધિ કરવા માટે જામનગર સાંસદ પુનમબેન માડમની પસંદગી  થતા માડમ બેહરીન (મનામા) ખાતે સેશનમાં ભાગ લેવા માટે રવાના થયેલ છે. ત્‍યારબાદ બીજા તબકકાના તા.૧૩-૩-ર૦ર૩થી શરૂ થતા બજેટ સત્ર તા.૬-૪-ર૦ર૩ સુધી નવી દિલહી ખાતે હાજર રહેનાર હોવાથી આ દિવસો દરમિયાન કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહી. આઇ.પી.યુ. સેશન અને બજેટસત્રના બીજા તબકકા દરમિયાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે ખંભાળિયા અને ભાણવડ ખાતે સાંસદ સભ્‍યશ્રીના કાર્યાલય સવારે ૯.૩૦ થી રાત્રે ૮.૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય : નિયો સ્‍કવેર, ગ્રાઉન્‍ડ ફલોર, અંબર સીનેમા પાસે, જામનગર (ફોન ૦ર૮૮ - ર૬૭૬૬૮૮ - ર૬૭૦૧૦૦ - ખંભાળિયા કાર્યાલય : પોસ્‍ટ ઓફિસ રોડ (ફોન : ૦ર૮૩૩ ર૩૩૩૮૮) તથા ભાણવડ કાર્યાલય : વેરાડનાકા બહાર, ભાણવડ ફોન (૦ર૮૯૬ ર૩ર૧૮૮)નો સંપર્ક કરવા સંસદસભ્‍ય કાર્યાલયની યાદીમાં જણાવ્‍યું છે.

(1:07 pm IST)