Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

મોરબીના આમરણ ગામે જુગાર રમતા ત્રણ પકડાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૦ : મોરબીમાં આમરણ ગામની સિમ નજીક સરાજાહેર તીનપત્તી રમતા ૩ ઈસમોની મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરી હતી.

તાલુકા પોલીસની ટીમ આમરણ ગામની સીમમાંᅠ પેટ્રોલિગમાં હતી. એ સમયે લખુભાઇના ખેતરની બાજુમા પાટના વોકળામાં જાહેરમાં જુગાર રમતા છગન ખોડાભાઇ ગાંભવા, લખમણ ભલાભાઇ પરમાર અને માલા નાનજીભાઇ પરમારને રોકડ રકમ રકમ ૧૬૫૦ ના મુદમાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(12:49 pm IST)