Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

વંથલીનાં રવનીમાં સલીમ સાંઘની હત્‍યા કરનાર લતીફ અને મુસ્‍તાક સાંઘના રિમાન્‍ડની તજવીજ

બન્ને આરોપીઓ પાસેથી પિસ્‍તોલ જપ્તઃ તપાસનો ધમધમાટ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦ :.. જુનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના  રવની ગામમાં સલીમ સાંઘની હત્‍યા કરનાર લતીફ અને મુસ્‍તાક સાંઘના રિમાન્‍ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. બન્ને આરોપીઓ પાસેથી પિસ્‍તોલ જપ્ત કરીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

જુનાગઢ રેંજના આઇજીપી મયંકસિંહ ચાવડા તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટીના આદેશથી જુનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચના ઇન્‍ચા. પોલીસ ઇન્‍સપેકટર જે. જે. પટેલના માર્ગદર્શન હેઠળ જુનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચના પો. સ. ઇ. જે. જે. ગઢવી, ડી. કે. ઝાલા તથા પો. સ્‍ટાફના માણસોની તથા એસ. ઓ. જી. શાખાના પો. ઇ. એ. એમ. ગોહીલ તથા તેમના પો. સ્‍ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ગંભીર ગુન્‍હામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા માટે ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ ટીમ મારફતે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા.

દરમ્‍યાન પો.સ.ઇ. જે.જે. ગઢવી, ડી.કે.ઝાલા તથા પો.સ્‍ટાફની ટીમને સંયુકતમાં ખાનગી રાહે ચોકકસ હકિકત મળેલ કે આ ગુન્‍હામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી નં.૧ લતીફ અબ્‍દુલભાઇ સાંધ રહે. ટીકરવાળા સાથે મુસ્‍તાક હનિફભાઇ દલ રહે. જામવાડી તા.માળીયા હાટીના વાળો સંડોવાયેલ છે. અને બંને ઇસમો ટીકર ગામે આવેલ લતીફની વાડી નજીક છુપાયેલ છે. જે ચોકકસ હકિકત મળતા તાત્‍કાલીક અલગ અલગ ટીમો બનાવી એક સાથે હકીકત વાળી જગ્‍યાએ તપાસ કરતા મજકુર બંને ઇસમો મળી આવતા તેમને  રાઉન્‍ડઅપ કરી ક્રાઇમ બ્રાન્‍ચ ખાતે લાવી પુછપરછ કરતા અગાઉના આરોપી નં.૧ ના પિતાનુ મરણજનારે તેના સાગ્રિતો સાથે મળી ખુન કરેલ હોય. જે જુના વેરઝેરના લીધે બદલો લેવાના ઇરાદાથી બનાવને અંજામ આપેલ હોવાની પ્રાથમીક હકિકત જણાવેલ છે. જેથી બંને ઇસમોને હસ્‍તગત કરી આગળની કાર્યવાહી માટે વંથલી પો.સ્‍ટે.ને સોપવા તજવીજ ચાલુ છે.(પ.

 

આ કામગીરી ક્રાઇમ બ્રાન્‍ચના ઇન્‍ચા. પો. ઇ. પો. સ. ઇ. જે. જે. ગઢવી, ડી. કે. ઝાલા પો. સ્‍ટાફના વિક્રમભાઇ ચાવડા, સાહીલભાઇ સમા, દિપીકભાઇ બડવા, પ્રકાશભાઇ ડાભી, ઇન્‍દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા, દિવ્‍યેશભાઇ ડાભી, જયદિપભાઇ કનેરીયા, ભરતભાઇ સોલંકી, મયુરભાઇ કોડીયાતર, કરશનભાઇ કોડીયાતર, ડાયાભાઇ કોડીયાતર, ભરતભાઇ સોનારા, જગદીશભાઇ ભાટુ, વનરાજભાઇ ચાવડા, વરજાંગભાઇ બોરીચા, મુકેશભાઇ કોડીયાતર, વિજયભાઇ બડવા, યશપાલસિંહ જાડેજા, જીતેષભાઇ મારૂ, નિકુલભાઇ પટેલ વિગેરેએ કરેલ છે.

બન્ને આરોપીઓ પાસેથી પિસ્‍તોલ જપ્ત કરેલ છે. વંથલીના મહિલા પીએસઆઇ એસ. એન. સોનારા વધુ તપાસ કરી રહ્યા છે

(12:50 pm IST)